છેલ્લાં 13 વર્ષમાં પાણીની સૌથી વધુ આવક; હાલ તમામ ડેમમાં69 ટકા પાણીનો જળસંગ્રહ | Highest water revenue in last 13 years

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક
સૌરાષ્ટ્રના 141 ડેમમાં 63 ટકા, દ.ગુજરાતના 13 ડેમમાં 74%, મ.ગુજરાતના 17 ડેમમાં 44% પાણી છે - Divya Bhaskar

સૌરાષ્ટ્રના 141 ડેમમાં 63 ટકા, દ.ગુજરાતના 13 ડેમમાં 74%, મ.ગુજરાતના 17 ડેમમાં 44% પાણી છે

રાજ્યમાં આ વખતે ચોમાસામાં વ્યાપક વરસાદને કારણે ડેમમાં પાણીની સારી એવી આવક થઇ છે. રાજ્યમાં નર્મદા સહિત 207 ડેમની કુલ સ્ટોરેજ કેપેસિટી 25,266 એમસીએમ સામે હાલ 17,395 એમસીએમ એટલે કે 69 ટકા પાણીનો સંગ્રહ થયો છે. જે ગત વર્ષના 10 ઓગસ્ટની સરખામણીએ 21 ટકા જેટલો વધારે છે.

છેલ્લાં 13 વર્ષે આ વર્ષે પાણીની આવક સૌથી વધુ થઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જળાશયોની સ્થિતિની સમીક્ષા માટે હાઇલેવલ બેઠક યોજી હતી. જેમાં રજૂ થયેલી વિગતો મુજબ કચ્છમાં 20 મધ્યમ અને 170 નાની સિંચાઇ યોજનામાં 70 ટકા જળ સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 63 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 74 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 44 ટકા અને ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 31 ટકા પાણી છે.

ઓગસ્ટ 2023 સુધી ચાલે એટલું પાણી
રાજ્યના 73 ડેમમાંથી પીવાનું પાણી વિતરણ કરાય છે તે પૈકીના 62 ડેમમાં આગામી ઓગસ્ટ 2023 સુધી એટલે કે એક વર્ષ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આજની સ્થિતિએ રાજ્યમાં સરેરાશ 80 ટકા વરસાદ પડ્યો છે. 33 જિલ્લાના તમામ તાલુકામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

https://images.bhaskarassets.com/web2images/960/2022/08/11/orig_8_1660177102.jpg

Previous Post Next Post