લગ્ન પછી 'ગુડ ન્યૂઝ' માટે 15 દિવસની રજા આપો, યુપી કોન્સ્ટેબલની અરજી

  • આ પત્ર વાયરલ થયા બાદ જ યુપી પોલીસ વિભાગ ચર્ચામાં આવ્યો છે
  • બલિયા જિલ્લાના એક પોલીસ કોન્સ્ટેબલે રજા માટે અનોખી અરજી આપી છે
  • યુપી પોલીસ વિભાગમાં મહિલાઓ માટે પ્રસૂતિ રજા અને પુરુષો માટે પિતૃત્વ રજાની જોગવાઈ છે
યુપી ડાયલ 112નાં બલિયા જિલ્લાના એક પોલીસ કોન્સ્ટેબલે રજા માટે અનોખી અરજી આપી છે. જેમાં કોન્સ્ટેબલે તેના અધિકારીને લખ્યું છે કે, સાહેબ, લગ્નને સાત મહિના થઈ ગયા છે, હજુ સુધી કોઈ સારા સમાચાર મળ્યા નથી. પત્નીએ ડોક્ટરની સલાહ મુજબ દવા લીધી છે. હું પત્ની સાથે રહેવા માંગુ છું. તો કૃપા કરીને 15 દિવસની રજા આપો. આ આવેદનપત્ર હાલ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યું છે.
આ અરજીમાં જવાને તેના અધિકારીને લખ્યું છે કે, ‘સાહેબ, અરજદારના લગ્નને સાત મહિના થઈ ગયા છે. હજુ સુધી સારા સમાચાર મળ્યા નથી. મેડમ (પત્ની)એ ડોક્ટરની સલાહ મુજબ દવા લીધી છે અને તેમની સાથે રહેવાનું છે. અરજદાર ઘરે જ રહેશે. તેથી, સર, અરજદારને 15 દિવસની EL આપવા વિનંતી છે. તે તમારી દયા હશે.’
આ પત્ર વાયરલ થયા બાદ જ યુપી પોલીસ વિભાગ ચર્ચામાં આવ્યો છે. એક તરફ પોલીસ વિભાગના લોકો આ અંગે કટાક્ષ કરી રહ્યા છે તો બીજી તરફ રજાના કારણોને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. વાસ્તવમાં 24 કલાકની ડ્યુટી અને કામના દબાણને કારણે પોલીસકર્મીઓને ક્યારેક તેમના સગા-સંબંધીઓના લગ્ન કે કોઈ સુખ-દુઃખમાં હાજરી આપવા માટે રજા પણ મળતી નથી. આવી સ્થિતિમાં ખાસ કરીને મહિલા પોલીસ પણ ખૂબ જ પરેશાન જોવા મળે છે. પોલીસ વિભાગમાં રજા ન મળવાને કારણે કેટલીક વખત લોકો નોકરીને અલવિદા પણ કહી દે છે અથવા તો આપઘાત જેવું ભયાનક પગલું ભર્યાની માહિતી પણ આવે છે.
એટલું જ નહીં રાજ્યમાં કોઈપણ તહેવાર કે સંવેદનશીલ પરિસ્થિતિને કારણે પોલીસ વિભાગમાં તમામ રજાઓ રદ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં પોલીસકર્મીઓ સમાજ અને દેશના હિતમાં પોતાની જવાબદારી નિભાવવામાં સક્ષમ છે, પરંતુ તેમની ઘરની જવાબદારીઓ અધૂરી રહી જાય છે. બલિયા પોલીસ કર્મચારીઓનું અનોખું આવેદનપત્ર પણ અમુક અંશે આ તરફ ઈશારો કરે છે. યુપી પોલીસ વિભાગમાં મહિલાઓ માટે પ્રસૂતિ રજા અને પુરુષો માટે પિતૃત્વ રજાની જોગવાઈ છે. આ રજા મહિલાઓ માટે 180 દિવસ અને પુરુષો માટે 15 દિવસની છે. આ રજા સમગ્ર નોકરી દરમિયાન માત્ર બે વાર જ લઈ શકાય છે.
Previous Post Next Post