Monday, August 1, 2022

પાલનપુરના વાવ તાલુકામાં તખતપુરાનાં વૃદ્ધાએ વાવપંથકની 1500 મહિલાઓની પ્રસૂતિ કરાવી | An old man from Takhatpura of Vav taluka gave birth to 1500 women of Vav division.

પાલનપુર7 કલાક પહેલા

  • કૉપી લિંક
  • 60 વર્ષના જીવનકાળ દરમિયાન એક પણ માતા કે બાળમરણ થયું ન થયું હોવાનો તળશીબેન ચૌહાણનો દાવો
  • આજે પણ તળશીબેન ગામોમાં જઈ ડોક્ટરની જેમ મહિલાઓને પ્રસૂતિ કરાવી રહ્યાં છે
  • 20 વર્ષની ઉંમરે જ પ્રસૂતિ કરાવવાનુ શીખી લીધુ હતુ

વાવ તાલુકાના તખતપુરા (જો) ગામની 60 વર્ષીય વૃદ્ધ મહિલા પંથકની 1500થી વધુ મહિલાઓની નોર્મલ પ્રસુતિ કરાવી ચુક્યા છે જેને સૌ કોઈ બિરદાવી રહ્યા છે મહિલાના હાથે એક પણ માતા કે બાળમરણ થયું નથી. ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા વાવ તાલુકાના તખતપુરા (જો) ગામે રહેતા તળશીબેન દાનાભાઈ ચૌહાણ છેલ્લા 40 વર્ષથી અનેક ગામોમાં મહિલાઓને વિનામૂલ્યે પ્રસૂતિ કરાવી રહ્યા છે.

20 વર્ષની ઉંમરે જ મહિલાઓને પ્રસૂતિ કરાવવાનું શીખ્યા
પ્રસુતિ માટે તેમની પાસે તમામ પ્રકારનો સામાન તે એક પેટીમાં રાખે છે જાણે કોઈ ડોક્ટર મહિલાને પ્રસુતિ કરવા માટે જતો હોય તે તમામ પ્રકારની સુવિધા તળશીબેન પ્રસુતિ મહિલાને આપી રહ્યા છે. તળશીબેને 20 વર્ષની ઉંમરે જ મહિલાઓને પ્રસૂતિ કરાવવાનું શીખી લીધું હતું. બસ ત્યારથી રાત હોય કે દિવસ હોય કોઈપણ સમય તેમને બોલાવવામાં આવે તો તેઓ તરત જ હાજર થઈ જાય છે. અને મહિલાઓને સુરક્ષિત રીતે પ્રસૂતિ પણ કરાવી દે છે.

અન્ય ગામોમાં મહિલાઓને પ્રસૂતિ કરાવે છે તળશીબેન
તેમની પાસે કોઈ અભ્યાસ કે ડોક્ટરની ડીગ્રી ન હોવા છતાં પણ અને ગામના લોકો તેમને પ્રસુતિ માટે બોલાવી રહ્યા છે 60 વર્ષની ઉંમરમાં આજે પણ તળશીબેન પંથકના ગામોમાં જઈ ડોક્ટરની જેમ મહિલાઓને પ્રસૂતિ કરાવી રહ્યા છે. તળશીબેનનું માનવું છે કે, તખતપુરા ગામમાં મહિલાઓને પ્રસૂતિ કરાવવા માટે કોઈ સુવિધા નથી જેના કારણે હું છેલ્લા ઘણા વર્ષોથી તખતપુરા ગામમાં તેમજ અન્ય ગામોમાં મહિલાઓને પ્રસૂતિ કરાવી રહી છું.

1500 થી વધુ મહિલાઓને પ્રસૂતિ કરાવી છે – તળશીબેન
ના
હાલમાં મહિલાઓને પ્રસુતિ મળી રહે તે માટે સરકારે હોસ્પિટલ બનાવ્યા છે જેના કારણે હવે ધીમે ધીમે મહિલાઓ પ્રસૂતિ કરાવવા માટે દવાખાના તરફ જઈ રહી છે. પરંતુ મારા 60 વર્ષના જીવનકાળ દરમિયાન મારા હાથે 1500 થી વધુ મહિલાઓને પ્રસૂતિ કરાવી છે. અને આજ દિન સુધી એક પણ મહિલાનો કે બાળકનો કેસ મારા હાથે ખરાબ થયો નથી. અને હજુ પણ કોઈપણ સમયે મને મહિલાને પ્રસૂતિ કરાવવા માટે બોલાવવામાં આવે છે તો હું અત્યારે પણ મહિલાઓને પ્રસૂતિ કરાવવા માટે જાવ છું. મોટાભાગની મહિલાઓને હોસ્પિટલમાં જવું પડતું નથી તમામ નોર્મલ પ્રસુતિ કરાવી છે.જેથી આ વૃદ્ધ મહિલાને ગામલોકો તેમના કામને બિરદાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.