No results found

    જગદીશ ઠાકોરના બફાટ બાદ કોંગ્રેસે સક્રિય કર્યા, અગાઉ તેમણે અંગત કારણે રાજકારણમાંથી બ્રેક લીધો હતો | Congress activated after Jagdish Thakor's defeat, he had earlier taken a break from politics due to personal reasons

    ગાંધીનગર7 કલાક પહેલા

    • કૉપી લિંક
    ભરતસિંહ સોલંકી - ફાઇલ તસવીર - Divya Bhaskar

    ભરતસિંહ સોલંકી – ફાઇલ તસવીર

    • સ્વ.માધવસિંહની પ્રાર્થના સભામાં શંકરસિંહ પણ જોવા મળ્યાં

    ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યા છે. ભરતસિંહ સોલંકીએ ફરી સક્રિય રાજકારણમાં આવવાની જાહેરાત કરી છે. બોરસદ ખાતે પોતાના પિતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ.માધવસિંહ સોલંકીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે જાહેરાત કરી છે.

    પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે થોડા દિવસો પહેલાં લઘુમતી સમાજના કાર્યક્રમમાં આપેલા નિવેદનથી હિન્દુઓ વિમુખ થઈ જાય તેવા ડરે હવે કોંગ્રેસ ભરતસિંહને આગળ કરવા માગી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

    આ કારણે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ભરતસિંહના નિર્ણયને વધાવી લીધી છે. તેમનો બ્રેક લેવાનો નિર્ણય વ્યક્તિગત હતો, પાર્ટીનો નહીં, તેમ કહી ભરતસિંહને પાછા સક્રીય થવાની ઇચ્છાને ટેકો આપ્યો હતો. પ્રાથના સભામાં શંકરસિંહ વાઘેલાની હાજર જોવા મળતા અનેક ચર્ચાઓ જોર પકડ્યું છે.

    સોલંકીના નિવેદનથી પણ વિવાદ થયો હતો
    આ અગાઉ ભરતસિંહ સોલંકીએ જાહેર સમારોહમાં કહ્યું હતું કે રામમંદિર માટે જમા થયેલી શિલાઓ પર કૂતરાં મૂતરે છે. આ મુદ્દો રાજકીય રીતે ભાજપે ખૂબ ઉછળ્યો હતો, પરંતુ તેની લોકો પર ખાસ અસર પડી ન હતી. કોંગ્રેસના સૂત્રો કહે છે કે આ કારણે જ હવે ભરતસિંહને આગળ કરાઈ રહ્યા છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال