[og_img]
- જેમ્સ એન્ડરસન-સ્ટુઅર્ટ બ્રોડે ત્રણ-ત્રણ વિકેટો ઝડપી
- બીજી ટેસ્ટના પ્રથમ દિવસે સાઉથ આફ્રિકા 151માં ઓલઆઉટ
- રબાડાએ 72 બોલમાં સર્વાધિક 36 રન બનાવ્યા
અનુભવી પેસ જોડી જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડે ઝડપેલી ત્રણ-ત્રણ વિકેટોની મદદથી ઇંગ્લેન્ડે અહીં રમાતી બીજી ટેસ્ટના પ્રથમ દિવસે જ સાઉથ આફ્રિકાનો પ્રથમ દાવ 151 રનના સ્કોરે સમેટી નાખ્યો હતો.
ર બોલિંગ
સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પેસ બોલર્સ માટેની સ્વર્ગસમી પિચ ઉપરથી મળતા એક્સ્ટ્રા બાઉન્સનો ઉપયોગ કરીને ઇંગ્લિશ બોલર્સે માત્ર 76 રનના સ્કોરે સાઉથ આફ્રિકાની અડધી ટીમ પેવેલિયન પરત મોકલી દીધી હતી. કિગાન પિટરસને 21 તથા વારિયાનેએ 21 રનનું યોગદાન આપ્યું હતું. ઇનિંગ્સના અંત ભાગમાં નીચલી હરોળના બેટ્સમેન કાગિસો રબાડા અને નોર્તઝેએ રકાસને ખાળ્યો હતો. રબાડાએ પ્રવાસી ટીમ તરફથી 72 બોલમાં સર્વાધિક 36 રન બનાવ્યા હતા. તેણે નોર્તઝે સાથે 35 રનની ભાગીદારી નોંધાવી હતી. બીજા તબક્કામાં વિકેટ ઝડપવા માટે ઇંગ્લેન્ડના બોલર્સને સંઘર્ષ કરવો પડયો હતો. એન્ડરસને 32 રનમાં ત્રણ, બ્રોડે 37 રનમાં ત્રણ અને બેન સ્ટોક્સે 17 રનમાં બે વિકેટ ઝડપી હતી.