વિશ્વ હિંદુ પરિષદ દ્વારા તા.16 અને 17 ઓગસ્ટના રોજ તિરંગા એકત્ર અભિયાન હાથ ધરવામાં આવશે | The Tricolor collection campaign will be conducted by the Vishwa Hindu Parishad on August 16 and 17

મોરબીએક કલાક પહેલા

  • કૉપી લિંક

આઝાદીની રંગેચંગે ઉજવણી કર્યા બાદ દેશની શાન એવા તિરંગા જ્યાં ત્યાં પડેલા જોવા મળતા હોય છે. ત્યારે વિશ્વ હિંદુ પરિષદ તેમજ ક્રાંતિકારી સેના દ્વારા અલગ અલગ સ્થળે તિરંગા એકત્ર અભિયાન ચલાવવામાં આવશે.

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા તા.16 અને 17 ઓગસ્ટના રોજ તિરંગા એકત્ર અભિયાન હાથ ધરવામાં આવશે. જેમાં વાંકાનેર દરવાજા પાસે લખધીરવાસ નજીક વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલય અને સામાકાંઠે વોરબાગ પાસે આવેલ બાલાજી ટેલીકોમ વી મીની સ્ટોર ખાતે તિરંગા પાછા લેવામાં આવશે. વધુ માહિતી માટે તેમજ અભિયાનમાં જોડાવા માટે મો.95956 88888 અથવા મો.90990 10005 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

“તિરંગા એકત્રિત અભિયાન” અંતર્ગત ક્રાંતિકારી સેના દ્વારા જ્યાં ત્યા અથવા જેવી તેવી હાલતમાં લોકો તિરંગાને ફેંકે નહીં અથવા રાખી ના મૂકે એ માટે મોરબીમાં 15 ઓગસ્ટ પછી 16 અને 17 ઓગસ્ટ અલગ અલગ જગ્યા પર તિરંગા પાછા લેવામાં આવશે. જેથી તિરંગાનુ આદર અને સન્માન જળવાઈ રહે એ માટે આ અભ્યાન શરુ કરવામાં આવશે. જેથી પોસ્ટરમાં દર્શાવેલ વિવિધ સ્થળોએ સંપર્ક કરીને તિરંગા પરત આપી શકાશે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم