બનાસકાંઠા જિલ્લામાં આજે નવા 16 પશુઓના મોત, 806 નવા કેસ નોંધાયા | 16 new cattle deaths, 806 new cases reported in Banaskantha district today

બનાસકાંઠા (પાલનપુર)19 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • બનાસકાંઠા જિલ્લામા 14 તાલુકાના 22625 પશુઓ લંપીગ્રસ્ત બન્યા

બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે.જિલ્લાના તમામ 14 તાલુકામાં લંપી વાઈરસના કેસ સામે આવી રહ્યા છે. આજે નવા 806 પશુઓ પર રોગની અસર જોવા મળી છે જેમાં આજે 16 પશુઓના મોત નીપજ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 772 ગામોમાં પશુઓમાં લંપી વાયરસની અસર દેખાઈ છે.

જિલ્લામાં કુલ 22625 લંપીગ્રસ્ત થયા, કુલ 466 પશુઓના મોત
બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે. જેમાં આજે નવા 806 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે. આજે 16 પશુઓના મોત નીપજ્યા છે. જિલ્લાના 772 ગામોમાં પશુઓમાં લંપી વાયરસ અસર થઇ છે અત્યાર સુધી કુલ 22625 પશુઓને લંપી વાયરસની ઝપેટમાં આવ્યા છે. જેમાં અત્યાર સુધી 466 પશુઓના મોત નિપજ્યા છે.

અન્ય સમાચારો પણ છે…