الاثنين، 8 أغسطس 2022

ભિલોડાના વાંકાનેરમાં ધારેશ્વર મહાદેવના મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડ્યું; 1,70,000ના કિંમતના ચાંદીના નાગ અને રુદ્રમાળ લઈ ફરાર | broke the lock of the main gate of the temple of Dhareshwara Mahadev in Wankaner, Bhiloda; 1,70,000 worth of silver nag and rudramaal

અરવલ્લી (મોડાસા)23 મિનિટ પહેલા

ભિલોડાના વાંકાનેરમાં હવે મંદિરો પણ સલામત રહ્યા નથી. તસ્કરોને જ્યારે-જ્યારે તક મળે ત્યારે ત્યારે ધાર્મિક સ્થાનોને નિશાન બનાવીને હાથ સાફ કરી લેતા હોય છે. આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં તસ્કરોએ મહાદેવના મંદિરેથી લાખો રુપિયાના સામાનની ચોરી કરી છે.

1,70,000ના મુદ્દામાલની ચોરી કરી
હાલ પવિત્ર શ્રવણ માસ ચાલે છે, ત્યારે દરેક શિવ ભક્ત ભોળાનાથની આરાધના કરી મનોકામના પૂર્ણ કરતા હોય છે. ત્યારે ભિલોડા તાલુકાના વાંકાનેરમાં આવેલ શ્વાયંભુ ધારેશ્વર મહાદેવના મંદિરમાં જાણે તસ્કરોએ શિવજીના મંદિરની તસ્કરી માટે શિવભક્તિ સાથે રેકી કરી એમની મનોકામના પૂર્ણ કરતા હોય એમ મંદિરના પૂજારી રામગીરી ભગવાન ગિરી ગૌસ્વામી સાંજના સમયે મંદિરની સાંજની પૂજા આરતી પખાલ કરી મંદિર પરિસરમાં પોતાના બનાવેલ નિવાસ સ્થાને જઈ સુઈ ગયા પછી વહેલી સવારે મંદિર ખોલવા ગયા તો મંદિર ના મુખ્ય દરવાજા નું તાળું તૂટેલું નજરે પડ્યું મંદિરમાં જોયું તો મંદિરના શિવલિંગની આસપાસ આવેલ ચાંદીની રુદ્રમાળ અને ચાંદીનો નાગ આ બધું 2.5 કિલો વજનનું અને 1,70,000ની કિંમત ધરાવતા ચાંદીના મુદ્દામાલની ચોરી થયેલી માલુમ પડતા પૂજારી એ ગામના અગ્રણીઓને બોલાવી સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને ભિલોડા પોલીસને જાણ કરી અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.