ભાદરણમાં 1942માં ‘અંગ્રેજો ગો બેક’નાં સૂત્રો લખાયાં હતાં, ઘરોને રંગરોગાન થયાં પણ સૂત્રો જાળવી રાખ્યા, દીવાલ પર ફ્રેમિંગ કર્યું | In Bhadran in 1942 'British go back' slogans were painted, houses were painted but retained the slogans, framed on the walls.

બોરસદએક કલાક પહેલા

  • કૉપી લિંક

આઝાદીનાં 75મા વર્ષની ઉજવણી થઇ રહી છે, ત્યારે બોરસદ તાલુકાના ભાદરણમાં આઝાદીના જુસ્સાના જુવાળની હજી જાળવણી કરાઇ રહી છે. 1942માં અંગ્રેજો સામેની હિન્દ છોડો ચળવળ દરમિયાન ભાદરણમાં પણ લોકજુવાળ પ્રસર્યો હતો.

જેમાં ગામના ઘરોની દીવાલ પર ‘ગો બેક’, ‘ક્વીટ ઇન્ડિયા’, સેંકડો વર્ષ ગુલામીમાં જીવ્યા કરતાં એક ક્ષણવાર સિંહની માફક આઝાદ જીવવું અતિઉત્તમ છે. જેવાં સૂત્રો કાળાં કલરથી લખાયા હતા. જે ગામલોકોએ આજેપણ સંભારણાની જેમ સાચવી રાખ્યાં છે.

ગ્રામજનો ઘરનું રંગરોગાન કરાવે તો સૂત્રો લખેલી દીવાલ નથી રંગાવતા. હજી 6 જેટલા ઘરોની દીવાલ પર સૂત્રો જોવા મળી રહ્યા છે. આવનારી પેઢીને હિન્દ છોડોની ચળવળથી વાકેફ રાખવા અંગ્રેજો સામેની દીવાલ પરના સૂત્રોને ફ્રેમથી મઢી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે…

https://images.bhaskarassets.com/web2images/960/2022/08/11/orig_32_1660174768.jpg

أحدث أقدم