વડુમાં ડોક્ટર ના હોવાથી 2 નવજાતનાં મોતથી હોબાળો | Uproar due to death of 2 newborns due to lack of doctor in Vadu

વડોદરા2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • રોગચાળો ફેલાયો છે ત્યારે CHCમાં ડોક્ટરો જ નથી
  • જિલ્લા પંચાયતની બેઠકમાં ડૉક્ટર-અધિકારી સામે આક્ષેપ

જિલ્લા પંચાયતમાં બુધવારના રોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડુ સીએચસીમાં ડોક્ટરની ગેરહાજરી અને બેદરકારીના કારણે પ્રસુતી માટે આવેલી મહિલાના બે બાળકોના મરણ થયા હોવા છતા તંત્ર દ્વારા જવાબદાર ડોક્ટર અથવા અધિકારી સામે કોઈ પગલા ભરવામાં આવ્યા ન હોવાની રજુઆત કરવામાં આવી હતી. કોંગ્રેસના સભ્ય ડો.પ્યારેસાહેબ રાઠોડે જણાવ્યું હતું કે, અધિકારીઓ ઓફિસમાં હાજર નથી રહેતા, જેના કારણે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી.

અત્યારે રોગચાળાનો ભય ફેલાયેલો છે. તેવા સમયે પાંડુ પીએચસીનું બાંધકામ છેલ્લા 1 વર્ષથી ચાલી રહ્યું છે. આ ઉપરાંત સાવલી તાલુકાનું ગામ ગોઠડા સૌથી વધુ રેવન્યુ ધરાવતું ગામડુ છે. પરંતુ ત્યાં રેગ્યુલર તલાટી જ નથી. એટલે વહીવટ બિલકુલ ખાળે ગયો છે. સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સરકારના કાર્યક્રમોમાંથી ફ્રિ નથી થતા, જેથી પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી.

અન્ય સમાચારો પણ છે…

https://images.bhaskarassets.com/web2images/521/2020/11/dvb_1604320831.png

أحدث أقدم