રાજ્યમાં 20 દિવસથી ચાલતી તલાટીઓની હડતાલ સમેટાઈ, સરકારે 5માંથી 3 માગ સ્વીકારી | 20-day-long strike of talatis ends in state, government accepts 3 out of 5 demands

એક કલાક પહેલા

  • કૉપી લિંક

તલાટીઓની 20 દિવસથી ચાલતી હડતાલ પાછી ખેંચવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા પાંચ માગણીમાંથી ત્રણ માગણી સ્વીકારી છે. જ્યારે એક મુદ્દા માટે કમિટીની રચના થશે. રાજ્યમાં પંચાયત સંવર્ગના તલાટીઓ દ્વારા તેમની માંગણીઓ સંદર્ભે હડતાલ ચાલી રહી હતી જે આજે તેઓએ પરત ખેચીને હડતાલ સમેટવાનો નિર્ણય કર્યો છે એમ પંચાયત તલાટી મંડળ એસોસિએશનના પ્રમુખ દ્વારા જાહેરાત કરાઈ છે.

આજે ગાંધીનગર ખાતે પંચાયત રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષ સ્થાને એસોસિએશન હોદ્દેદારો તથા પંચાયત વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં તેઓના પ્રશ્નો અને માંગણીઓ સવિસ્તૃત ફળદાયી ચર્ચા વિચારણા કરાઈ હતી. જેના પરિણામે મંડળ દ્વારા આ હડતાલ પરત ખેંચવાનો નિર્ણય કરાયો છે. અને તેઓ આવતીકાલથી જ પોતાની ફરજ ઉપર હાજર થઈ જશે તેમ તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post