મોરબીમાં પ્રસંગ પૂર્ણ થયા પછી તુલસીનો છોડ ઉછેરી શકાય તેવી ઇકો ફ્રેન્ડલી 2,000 કંકોતરી છપાવી | 2,000 Eco-Friendly Cultivable Tulsi Plant Printed 2,000 Stones After Event in Morbi

મોરબી5 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • શહેરના અગ્રણીએ કરી અનોખી પહેલ, રાંદલ ઉત્સવની પ્લાસ્ટિક ફ્રી કંકોતરી વહેંચી

મોરબીના ઉદ્યોગકાર જીગ્નેશ કૈલાનાં નિવાસ સ્થાને આગામી 28મીના રોજ રાંદલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ ઉત્સવ યાદગાર રહે તેમજ પ્રકૃતિ જતન કરવાના ઉદ્દેશથી અનોખી કંકોત્રી છપાવી છે.સામાન્ય રીતે પ્રસંગ પૂર્ણ થયા બાદ લોકો કંકોત્રી ફેંકી દેતા હોય છે. જો કે લોકો આ કંકોત્રીનો સારો ઉપયોગ કરી શકે તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો પડે તે માટે જીગ્નેશભાઈએ બેંગ્લોરથી કંકોત્રી માટે કાગળ મંગાવ્યો છે, જેમાં તુલસીના રોપ ઉછેરી શકાય છે. તેમણે આવી 2000 કંકોત્રી છપાવી છે.

કંકોતરીનો ઉપયોગ કઇ રીતે કરી શકાશે તેનું નિદર્શન અપાયું
કંકોત્રી ઇકો ફ્રેન્ડલી છે. કવરને કાપી ૩-૪ દિવસ સુધી પાણીમાં પલાળી રાખવી જ્યાં સુધી તે અંકુરિત ન થાય, અંકુરિત થયેલી પત્રિકાને અડધો ઇંચ માટીમાં લગાવવી અને કુંડાને સૂર્યપ્રકાશની નીચે રાખવું અને નિયમિત પાણી આપવા જણાવ્યું છે. કંકોત્રીરૂપી છોડ વાવી શકાશે જે તુલસીના છોડમાં વિકાસ પામશે. જીજ્ઞેશ કૈલાએ લોકોને આ કંકોત્રીનો સદુપયોગ કરી ઘરમાં તુલસીનો રોપ ઉછેરવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم