મહિસાગર (લુણાવાડા)10 મિનિટ પહેલા
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલા ભાદર ડેમ ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદથી છલકાયો છે. તેવામાં ડેમમાં 2008 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. ત્યારે ડેમનું રુલ લેવલ જાળવવા ડેમના 2 ગેટ 30 સેન્ટિમીટર સુધી ખોલીને 2008 ક્યુસેક પાણી ભાદર નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી
સતત એક અઠવાડિયાથી પાણી છોડવામાં આવતા ભાદર નદી બે કાંઠે વહેતી થઈ છે. ભાદર ડેમ મહીસાગર જિલ્લાના ખાનપુર લુણાવાડા અને વીરપુર તાલુકાના અંદાજીય 8 હજાર હેક્ટર જમીનને પાણી પૂરું પાડે છે તેવામાં ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
અન્ય સમાચારો પણ છે…