Header Ads

વેસ્ટ ઇન્ડિઝ માટે 2023ના વર્લ્ડકપ માટે ક્વોલિફાય કરવું મુશ્કેલ બન્યું

[og_img]

  • ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને અંતિમ ODIમાં દંડ ભરવો પડયો
  • સ્લો ઓવર રેટના કારણે વિન્ડીઝ ટીમને દંડ કરવામાં આવ્યો
  • 40 ટકા મેચ ફીની સાથે બે સુપર લીગ પોઇન્ટ કાપવામાં આવ્યા

વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમને ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને અંતિમ વન-ડેમાં દંડ ભરવો પડયો હતો. સ્લો ઓવર રેટના કારણે તેને દંડ કરવામાં આવ્યો હતો. 40 ટકા મેચ ફીની સાથે વિન્ડીઝ ટીમના ખાતામાંથી બે સુપર લીગ પોઇન્ટ પણ કાપવામાં આવ્યા છે જેના કારણે ભારતની યજમાનીમાં 2023માં રમાનારા વન-ડે વર્લ્ડકપ માટે ક્વોલિફાય થવું તેના માટે મુશ્કેલ બન્યું છે.

ટોચની આઠ ટીમો સીધું ક્વોલિફાય કરશે

2023માં યોજાનારા વર્લ્ડકપ માટે વર્લ્ડ સુપર લીગની ટોચની આઠ ટીમો સીધું ક્વોલિફાય કરશે. વિન્ડીઝ હજુ સાતમા ક્રમે છે. વિન્ડીઝની આ સ્થિતિ રહી તો આયરલેન્ડ તેની આગળ નીકળી શકે છે. આયરલેન્ડ 68 પોઇન્ટ સાથે નવમા ક્રમે છે અને કેરેબિયન ટીમ કરતાં તેનો રનરેટ વધારે સારો છે. આયરલેન્ડ બાંગ્લાદેશ સામે જીતીને વિન્ડીઝ કરતા આગળ નીકળી શકે છે.

Powered by Blogger.