કચ્છ કિસાન સંઘ 21 પડતર માંગણીઓ સાથે 25 ઓગસ્ટથી ગાંધીનગર ખાતે ધરણાં પ્રદર્શન કરશે | The Kutch Kisan Sangh will stage a sit-in at Gandhinagar from August 25 with 21 pending demands

કચ્છ (ભુજ )5 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • એક જ રાજ્યમાં વીજ મીટરના ત્રણ અલગ ભાવ ગેરવ્યાજબી

ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને તા 25 ઓગષ્ટના ગાંધીનગર ખાતે પોતાની 21 પડતર માંગણીઓને લઈ અચોક્કસ મૂદતના ધરણા યોજાશે. જેમાં વીજળી અને મહેસૂલને લગતા પ્રશ્નો સાથે રાજ્ય કક્ષાએ રજુઆત કરવામાં આવશે. આ વિરોધ પ્રદર્શનમાં કચ્છ કિસાન સંઘ પણ જોડાશે.

એક જ દરે વીજળી આપવમાં આવે તેવી માગ
આ વિશે કિસાન સંઘે જણાવ્યું કે, સમાન વીજ દરના પ્રશ્નની વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં હાલ ત્રણ પ્રકારે વીજદરેથી ખેડૂતોને વીજળી મળે છે. 60પૈસા યુનિટ મીટર વાળા, 80 પૈસા યુનિટ મીટર વાળા અને ફિક્સ HP ટેરીફ. જેમાં કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા જેવા અનેક જિલ્લાઓમાં જ્યા પાણીના તળ ઉંડા છે ત્યાં ફિક્સ HP કનેકશનના ખેડૂતોની સરખામણીમાં મીટર આધારિત કનેક્શન વાળા ખેડુતોને ત્રણથી ચાર ગણું ઉંચુ બિલ ભરવું પડે છે. એક જ રાજ્યમાં ત્રણ પ્રકારે વિજદરથી વીજળી મળતી હોય એ માત્ર એક ગુજરાત રાજ્યમાં જ છે. આ માટે ભા.કિસાન સંઘની માંગણી છે કે એક જ દરે ગુજરાત રાજ્યમાં વીજળી આપવમાં આવે.

સમગ્ર ગુજરાતના ખેડૂતો આંદોલનમાં જોડાશે
આ માંગણી માટે કિસાન સંઘ છેલ્લા 2 વર્ષથી સતત રજૂઆતો કરી રહ્યું છે અને છેલ્લા જાન્યુઆરી માસથી તાલુકા કક્ષાએ ધરણા યોજ્યા છે. જિલ્લા મથકોએ પણ ધરણા કર્યા બાદ મુખ્યમંત્રી, ઉર્જામંત્રી, નાણાં મંત્રી સાથે બેઠકો યોજી છે. પરંતુ આ અંગે ચોક્કસ નિર્ણય ન આવતા હવે તા.25/8થી સમગ્ર ગુજરતાના ખેડૂતો ગાંધીનગર ખાતે ઉમટી પોતાની માગ મજબૂત રીતે રજૂ કરશે એવું ભચાઉ તાલુકા ભા. કિસાન સંઘના મંત્રી રાજેશ ઢીલાની યાદીમાં જણાવાયુ હતું

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post