જૂનાગઢ3 મિનિટ પહેલા
- કૉપી લિંક
- સામાન્ય ડ્રાઇવરની દિકરીએ રાજ્ય, રાષ્ટ્રિય કક્ષા,ખેલ મહાકુંભમાં મળી 10 મેડલ મેળવ્યા
જૂનાગઢની 22 વર્ષિય નાઝનીન યુસુફખાન યુસુફઝઈનું કરાટેમાં રાષ્ટ્રીય સ્તરે નામ જોવા મળે છે.રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા પિતાના સામાન્ય પરિવારમાંથી આવતી નાઝનીનના નવેમ્બર-2022માં નેપાળના કાઠમાંડુ ખાતે આયોજિત કરાટે ચેમ્પિયનશીપમાં કીક અને પંચના પ્રહાર જોવા મળશે. 22 વર્ષિય નાઝનીન રાષ્ટ્રીય સ્તરે 1 ગોલ્ડ, 1 સિલ્વર, રાજ્યકક્ષાએ 4 ગોલ્ડ, તથા 2 સિલ્વર અને ખેલ મહાકુંભમાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા છે.
નાઝનીન તેના કોચ જિહાન પ્રવીણ ચૌહાણની માર્ગદર્શન હેઠળ કરાટેમાં આગળ વધવા માટે નિયમિતપણે દરરોજ 6,000 પંચ અને 1500 કીક લગાવી પ્રેક્ટિસ કરી રહી છે. કરાટેમાં બ્લેક બેલ્ડ ધરાવતી નાઝનીન 15 વર્ષની હતી ત્યારથી કરાટે રમવાનું શરૂ કર્યું હતું.નાઝનીનના કોચ જિહાન ચૌહાણ કહે છે કે, નાઝનીન 2022માંનેપાળના કાઠમંડુમાં આયોજિત કરાટે ચેમ્પિયનશીપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે.એટલુંજ નહિ તે 2025માં જાપાન ખાતે યોજાનાર વર્લ્ડ કરાટે ચેમ્પિયનશીપમાં ક્વોલીફાય થઈ, મેડલ મેળવવાનું લક્ષ્યાંક ધરાવે છે. નાઝનીન યુસુફખાન યુસુફઝઈની આ સિદ્ધિઓને નારી વંદન ઉત્સવ હેઠળ મહિલા નેતૃત્વ દિવસના ઉજવણી પ્રસંગે રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગનો સ્વતંત્ર હવાલો ધરાવતા મનીષાબેન વકીલે બિરદાવી-સન્માનિત કર્યા હતા.