231.49 કરોડનું નકલી બિલ કૌભાંડ; ગુજરાતીની ધરપકડ | 231.49 crore fake bill scam; Arrest of Gujarati

મુંબઈ17 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

  • વેપારીની ત્રણ કંપનીએ ખોટી રીતે ITC લીધું

મહારાષ્ટ્ર ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જીએસટી ચોરી કરતી કંપનીઓ વિરુદ્ધ વિશેષ તપાસ કામગીરી હેઠળ ગુરુવારે મેસર્સ ઓમ ઈમ્પેક્સ અને બે અન્ય કંપનીઓના ઓપરેટર બ્રિજેશ વનિતલાલ શાહ (48)ની ધરપકડ કરી હતી. મેસર્સ ઓમ ઈમ્પેક્સના વેપારના સ્થળે તપાસ કરવામાં આવતાં એવું જણાયું કે આ કંપની અને અન્ય બે કંપની મેસર્સ બ્રિજેશ્વરી એન્ટરપ્રાઈઝીસ અને મેસર્સ ચેતના મેટલ્સ એલએલપીએ રૂ. 231.49 કરોડનાં નકલી બિલો થકી શંકાસ્પદ કરદાતાઓ પાસેથી રૂ. 41.67 કરોડનું ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) પ્રાપ્ત કર્યું હતું.

શાહને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર કરાતાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી આપવામાં આવી છે. આ કામગીરી ઈન્વેસ્ટિગેશન-એ, મુંબઈના જોઈન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ આઈએએસ રાહુલ દ્વિવેદી અને સ્ટેટ ટેક્સના ડેપ્યુટી કમિશનર નીલકંઠ ઘોગારેના માર્ગદર્શનમાં અને આસિસ્ટન્ટ કમિશનર સંતોષકુમાર રાજપૂત અને ટીમના અમોલ સૂર્યવંશી અને લીના કાળેની આગેવાનીમાં પાર પાડવામાં આવી હતી.

આ સાથે રાજ્ય જીએસટી વિભાગે વર્તમાન નાણાકીય વર્ષમાં ત્રીસ જણની ધરપકડ કરી છે. વિભાગ દ્વારા વ્યાપક વિશ્લેષણાત્મક સાધનો અને આંતરવિભાગીય સમન્વય સાથે એકધારી રીતે જીએસટી ચોરો વિરુદ્ધ ઝુંબેશ ચાલુ રાખી છે, જેને લીધે જીએસટી ચોરોને મજબૂત સંકેત જાય છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…