મહેસાણાએક કલાક પહેલા
- મહેસાણા જિલ્લામાં બે દિવસથી વરસી રહેલા વરસાદના પગલે ડેમમાં નવા નીર આવ્યા
મહેસાણા જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ જોરદાર જામ્યો છે. જેને લઇને મહેસાણા જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના અનેક સ્થળે ઢીંચણ સમા પાણી ભરેલા જોવા મળી રહ્યા છે. ત્યારે બીજી બાજુ મહેસાણા જિલ્લાના સતલાસામાં આવેલો ઉત્તર ગુજરાતનો જીવાદોરી સમાન ગણાતો ધરોઈ ડેમ હાલમાં સતત નવા નીરની આવક નોંધાઈ રહી છે. ધરોઈ ડેમમાં હાલમાં જળ સપાટી 612 ફૂટે પહોંચી ગઈ છે.
અરવલ્લીની ગિરિમાળામાં વધુ વરસાદ થતાં ધરોઈ ડેમમાં વરસાદી પાણીની આવક પણ વધી છે. ત્યારે હાલમાં ધરોઈ ડેમની સપાટી 612 ફૂટે પહોંચી ગઈ છે. હાલમાં પાણીનો જથ્થો 62 ટકા જેટલો જોવા મળ્યો છે. ધરોઈ ડેમની પાણી સમાવવાની મહતમ સપાટી 622 ફૂટ છે હાલમાં તેની સામે ધરોઈ ડેમ 612 ફૂટ થી વધુએ પાણી ભરાઈ ગયું છે હજુ પણ આગામી દિવસોમાં આવો જ વરસાદી માહોલ જામશે તો જળ સપાટી સતત વધતી રહેશે.

અન્ય સમાચારો પણ છે…