ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે સુપ્રીમ કોર્ટના જસ્ટિસના હસ્તે 247 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ | Degrees were awarded to 247 students at Gujarat National Law University by Supreme Court Justices

ગાંધીનગરઅમુક પળો પહેલા

  • કૉપી લિંક
  • દેશમાં આર્થિક, સામાજિક, રાજકીય ધૃવિકરણનાં વાતાવરણ વચ્ચે સમાજ બે ભાગમાં વહેંચાઈ રહ્યો છે: સુપ્રીમ કોર્ટ જસ્ટિસ
  • 1991 બેચના કેરલા કેડરના IAS ડો. રાજૂ નારાયણ સ્વામીને પણ પીએચડી પદવી એનાયત

દેશની પ્રતિષ્ઠિત ગાંધીનગર સ્થિત ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટીમાં યોજાયેલા અગિયારમો દીક્ષાંત સમારોહમાં સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ અને જીએનએલયુના વિઝિટર ડૉ. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડના હસ્તે કુલ 247 વિદ્યાર્થીઓને એલએલએમ, એલએલબી, એમબીએ, ડોક્ટરલ અને પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના જજ ડો. ચંદ્રચુડએ ચિંતા વ્યક્ત કરી કહ્યું હતું કે, અત્યારે દેશમાં આર્થિક, સામાજિક અને રાજકીય ધૃવિકરણનું વાતાવરણ પ્રવર્તે છે અને સમાજ જાણે બે ભાગમાં વહેંચાઈ રહ્યો છે.

વિદ્યાર્થીઓની માગને ધ્યાને રાખી દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો
GNLU એ 2020 માં સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવા માટે આ કોન્વોકેશનનું આયોજન કર્યું હતું. કોવિડ રોગચાળાને કારણે દીક્ષાંત સમારોહ અગાઉ યોજાઈ શક્યો ન હતો. ત્યારે વિદ્યાર્થીઓ વર્ચ્યુઅલ દીક્ષાંત સમારોહને બદલે પ્રત્યક્ષ સમારોહમાં તેમની ડિગ્રી પ્રાપ્ત કરવા માંગતા હતા. જેનાં પગલે GNLU દ્વારા 11 માં દીક્ષાંત સમારોહનું આયોજન કરીને કુલ 247 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.

1991 બેચના કેરલા કેડરના IASને પણ પીએચડી પદવી એનાયત
જે અન્વયે પાંચ વર્ષના સંકલિત એલએલબી પ્રોગ્રામના 171 વિદ્યાર્થીઓ, એલએલએમ પ્રોગ્રામના 61 વિદ્યાર્થીઓ, એમબીએ પ્રોગ્રામના 12 વિદ્યાર્થીઓ અને ડોક્ટરલ પ્રોગ્રામના ત્રણ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. પીએચડીની પદવી મેળવનારમાં 1991 બેચના કેરલા કેડરના આઈ.આઈ.એસ. અધિકારી ડો. રાજૂ નારાયણ સ્વામિનો પણ સમાવેશ થાય છે. જ્યારે વિવિધ વિષયોમાં શૈક્ષણિક પ્રદર્શન માટે 16 વિદ્યાર્થીઓને 27 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યાં હતા. જેમાંથી 15 મેડલ આઠ વિદ્યાર્થીનીઓએ મેળવ્યા હતા. બીબીએ એલએલબી પ્રોગ્રામની સિમરન જૈનને સર્વાધિક ચાર ગોલ્ડ મેડલ મળ્યા હતા.

દેશમાં ધૃવિકરણનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે: જસ્ટિસ ડો. ચંદ્રચુડ
આ પ્રસંગે ડૉ. જસ્ટિસ ડી.વાય.જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, અત્યારે દેશમાં આર્થિક, સામાજિક અને રાજકીય ધૃવિકરણનું વાતાવરણ પ્રવર્તે છે અને સમાજ જાણે બે ભાગમાં વહેંચાઈ રહ્યો છે. તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપી કે તેમણે આવા દૂષિત વાતાવરણથી પ્રભાવિત થયા સિવાય પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી પોતાના ધ્યેય તરફ આગળ વધતાં રહેવું જોઈએ. વિદ્યાર્થીઓને મૌનનું મહત્વ સમજાવતા જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, વકીલ તરીકે તેમના એક કેસમાં તેમના અસિલનો કેસ પ્રમાણમા ઘણો નબળો હતો. પરંતુ સામા પક્ષના વકીલે એવી બિંનજરૂરી અને ખોટી દલીલો કરી કોર્ટને એટલી તંગ કરી કે ન્યાયાધીશે તે કેસનો ચુકાદો તેમના અસિલની તરફેણમાં આપ્યો.

GNLU દેશની ટોચની રેન્કિંગ લો યુનિવર્સિટી તરીકે ઉભરી
જસ્ટિસ એમ.આર. શાહે ભારતના ભૂતપૂર્વ સોલિસિટર જનરલ સ્વર્ગસ્થ કિરીટ રાવલને યાદ કરીને કહ્યું કે, ગુજરાતમાં વિશ્વ કક્ષાની કાયદાની યુનિવર્સિટી હોય તે તેમનું સ્વપ્ન હતું. તેમણે તે વિચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચાડ્યો, કે જેઓ તે સમયે ગુજરાતના મુખ્યપ્રધાન હતા અને તેમના પ્રયત્નોથી 2004 માં GNLU ની સ્થાપના થઈ. તેમણે કહ્યું કે મને આનંદ છે કે 18 વર્ષના ટૂંકા ગાળામાં, GNLU દેશની ટોચની રેન્કિંગ લો યુનિવર્સિટી તરીકે ઉભરી આવ્યું છે.

નાકમ્ફર્ટ ઝોનમાથી બહાર આવવાથી જ વાસ્તવિક દુનિયાનો અનુભવ મેળવી શકાય
આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અરવિંદ કુમારે વિદ્યાર્થીઓને જણાવ્યું કે, કમ્ફર્ટ ઝોનમાથી બહાર આવવાથી જ વાસ્તવિક દુનિયાનો અનુભવ મેળવી શકાય છે. તેમણે એમ પણ કહ્યું કે, જીવનમાં પૈસા, પદવીઓ કે મેડલ મેળવવા જ પર્યાપ્ત નથી. પ્રત્યેક માણસે પ્રમાણિક્તા, નમ્રતા અને માનવતાના ગુણો આવશ્ય કેળવવા જોઈએ.
38 વિદ્યાર્થીઓને Pre-પ્લેસમેંટ જોબ ઓફર મળી
GNLU ના કુલપતિ ડૉ. એસ. શાંથાકુમારે 2018-2023ની બેચના વિધાર્થીઓની સિદ્ધિનો પણ ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતું કે આવતા વર્ષે એટલે કે 2023માં સ્નાતક થનાર આ વિદ્યાર્થીઓ પૈકી 38 વિદ્યાર્થીઓને Pre-પ્લેસમેંટ જોબ ઓફર મળી છે. જ્યારે તાજેતરમાં સમાપ્ત થયેલ Day Zero પ્લેસમેંટ પ્રોસેસ દરમ્યાન દસ નામાંકિત લો ફર્મસે અન્ય 38 વિદ્યાર્થીઓને 75 જોબ ઓફર આપી છે. આમ કુલ 76 વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ પૂરો થવાના એક વર્ષ પહેલા જ તેમના Dream Job મળી ગયા છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post