અભૂતપૂર્વ મંદીના કારણે પ્લાસ્ટીક ઉદ્યોગના 25 ટકા કારખાનાઓ બંધ | 25 percent of plastic industry factories closed due to unprecedented recession

ભાવનગર29 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ભાવનગરમાં 250થી વધારે એકમો, 25 હજારથી વધુ શ્રમિકો મેળવી રહ્યા છે રોજગારી

ભારતભરમાં પ્લાસ્ટિક ઉદ્યોગમાં છવાયેલી મંદિરની સીધી અસર ભાવનગરમાં પ્લાસ્ટિક ઉદ્યોગ પર જોવા મળી છે અને હાલ ભાવનગરમાં પ્લાસ્ટિક ઉદ્યોગના 25% કારખાનામાં તાળા લાગી ગયા છે ભાવનગરમાં ઔદ્યોગિક ક્ષેત્રે પ્લાસ્ટિક ઉદ્યોગ રોજગારી પૂરી પાડતો એક મુખ્ય વ્યવસાય છે ત્યારે આ મંદિથી ભાવનગરમાં 250 થી વધુ કારખાના ઉપર તેની અવળી અસર જોવા મળી છે.

પ્લાસ્ટિકના કાચા માલમાં છેલ્લા ત્રણ મહિનામાં રૂપિયા 20 જેવો વધારો નોંધાયા બાદ છેલ્લા એક મહિનાથી ઘટાડો ચાલુ રહ્યો છે અને હજી ભાવો ઘટશે એવું લાગી રહ્યું છે છતાં સમગ્ર દેશની સાથે ભાવનગરમાં પણ માલ વેચાણ નહીં થતાં અભૂતપૂર્વ મંદીનો માહોલ જોવા મળ્યો છે.

ઇન્ટરનેશનલ ક્રુડ અને ઈથીલીન પ્લાસ્ટિક પોલીમર્સના ભાવમાં ભારે અફડા તફડી જોવા મળી રહી છે ઇન્ટરનેશનલ માર્કેટમાં દર બુધવારે પ્લાસ્ટિક પોલીમરના ભાવ બહાર પડે છે બાદ સ્થાનિકમાં આવો નક્કી કરવામાં આવે છે. ડોલર સામે રૂપિયો નબળો પડે ત્યારે ભાવ મોંઘા થાય છે વધુ રૂપિયા દેવા પડે છે તેવી પરિસ્થિતિ સર્જાય છે.

ભાવનગરમાં દોરી, દોરડા, ફીશીંગ ટ્રોઇન, જુદા જુદા પ્રકારની નેટ બનાવવા માટેના અઢીસોથી વધારે કારખાનાઓ આવેલા છે આ પ્લાસ્ટિક ઉદ્યોગ દ્વારા સીધી કે આડકતરી રીતે 20200 થી 25000 લોકો રોજી મેળવી રહ્યા છે ત્યારે આ મંદિ લોકોને અસર કરશે એવું જણાઈ રહ્યું છે.

દોરી દોરડા નો માલ કાશ્મીરથી કન્યાકુમારી સુધી વેચાણ માટે જઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં ફેલાયેલી મંદી સાથે ભાવનગરમાં પણ મંદીનો અભૂતપૂર્વ માહોલ જોવા મળ્યો છે આ મંદિના સમયમાં 25% જેવા કારખાનાઓ બંધ છે.

કામદારોને રોજીરોટી આપવા માટે કામ શરૂ
મંદિના સમયમાં ભાવનગરમાં પ્લાસ્ટીકના કારખાનાના માલિકો પોતાના કામદારોને સાચવવા માટે અને રોજી રોટી માટે 50 ટકા ચલાવી રહ્યા છે. > ભુપતભાઇ વ્યાસ, ભાવનગર પ્લાસ્ટીક મેન્યુ

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم