Sunday, August 14, 2022

ગીરસોમનાથના સમુદ્ર કિનારેથી 2.5 કરોડનો ચરસનો જથ્થો મળ્યો

[og_img]

  • 160 કિલો શંકાસ્પદ ચરસનો જથ્થો મળી આવતા ચકચાર
  • સમુદ્ર કાંઠા પર મેગા સર્ચ ઓપરેશન શરૂ થયુ
  • હબીબ સુગર મિલ સાથે મેડ ઈન પાકિસ્તાનનો માર્ક મળ્યો

ગીરસોમનાથ જિલ્લાના સમુદ્ર કિનારેથી અઢી કરોડનો 160 કિલો શંકાસ્પદ ચરસનો જથ્થો મળી આવતા ચકચાર મચી છે. જેમાં સુરક્ષા એજન્સીઓનું સમુદ્ર કાંઠા પર મેગા સર્ચ ઓપરેશન શરૂ થયુ છે. તેમાં હજુ પણ વધુ જથ્થો મળી આવવાની શક્યતા છે. તથા શંકાસ્પદ ચરસના પાકિસ્તાન કનેક્શનની આશંકા પણ છે. તેમાં ATS સહિત સર્વોચ્ચ સુરક્ષા એજન્સીઓ તપાસમાં જોડાઈ છે. તેવી જિલ્લા પોલીસ વડાએ પત્રકારોને માહિતી આપી છે.

હબીબ સુગર મિલ સાથે મેડ ઈન પાકિસ્તાનનો માર્ક મળ્યો
ગીરસોમનાથના સમુદ્ર કિનારા પરથી મળી આવેલ શંકાસ્પદ ચરસના જથ્થા મામલે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, વેરાવળ તાલુકાના આદ્રી ગામથી સોમનાથ નજીકના લાટી ગામ સુધીના દરિયા કિનારાના કોસ્ટલ બેલ્ટ પરથી શંકાસ્પદ પેકેટો મળી આવ્યા હતા. 160 પેકેટ 1-1 કિલોના મળી 160 કીલોનો જથ્થો પોલીસે કબજે કર્યો છે. પોલીસનું અનુમાન છે કે, આ પદાર્થ ચરસ હોય અને હાલ 160 કિલોની કિંમત 2.5 કરોડ જેટલી થાય છે. તેમાં પરીક્ષણ માટે FSLની મદદ લેવાઈ છે.

સમુદ્ર કાંઠા પર મેગા સર્ચ ઓપરેશન શરૂ થયુ
શંકાસ્પદ ચરસના જથ્થાના પાકિસ્તાન કનેક્શન પણ સામે આવી શકે છે. વધુમાં એસ.પી. જાડેજાએ જણાવ્યું હતું કે, આ શંકાસ્પદ નશાકારક દ્રવ્યોના પેકેટો સાથે એક બેગ પણ મળી આવી છે જેના પર પાકિસ્તાનની હબીબ સુગર મિલનો માર્ક અને મેડ ઈન પાકિસ્તાનનો માર્ક મળ્યો છે. જેથી રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ પણ આ કેસમાં ઇનવોલ થાય તેવી શક્યતાઓ છે. આ જથ્થો દરિયાની મધ્યે કોઈ બોટમાંથી પકડાવાની બીકે ફેકી દેવાયો હોય તેમ પણ બની શકે છે. જે બાદમાં દરિયાની ભરતીમાં તરતો તરતો કાંઠે પહોંચ્યો હોઈ શકે છે.

Related Posts: