الأحد، 21 أغسطس 2022

ભરૂચમાં 250 વર્ષથી ઉજવાતા છડી ઉત્સવની જાણો શું છે વિશેષતા | Find out what is special about the Chhadi festival celebrated in Bharuch for 250 years

ભરૂચ41 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 50 થી 60 વર્ષ પેહલા ભોઇ અને જાદવ સમાજની બે છડીઓનું થતુ હતું મિલન ઝઘડા વધી જતાં દરેક સમાજ નોમ ઉપર ભેટવવા બનાવવા લાગ્યા બે બે છડી

ભરૂચમાં ઉજવાતો છડી ઉત્સવ 250 વર્ષ જૂનો હોવા સાથે તેટલો જ ચમત્કાર અને રહસ્યથી ભરેલો છો. ભરૂચમાં ભોઇ જાદવ સમાજ, ખારવા મિસ્ત્રી સમાજ અને વાલ્મિકી સમાજની ત્રણ છડીઓ નીકળે છે. ત્રણેયનું મહત્વ, પરંપરા, રિતિરીવાજ, માનતા અલગ-અલગ રહી છે. જોકે, આજથી 50 થી 60 વર્ષ પહેલાં ભોઇ અને ખારવા સમાજની બે છડીઓનું મિલન થતું હતું. તેમાં ઝઘડો થતા અલગ-અલગ છડી બનાવવાનું શરૂ કરાયું હવે છેલ્લી અડધી સદી ભરૂચમાં 3 નહી પણ 6 છડીઓ બને છે.

છડીદારોને દૂધ પીવડાવવાની મનોકામના રાખવામાં આવે છે
ત્રણેય સમાજ તેમના દ્વારા બનવેલી બીજી છડીને પેહલી છડી સાથે મિલન કરાવે છે એટલે કે ભેટાવે છે. નોમની રાતે મોસાળ ગણાતા ભરૂચના ધોળીકુઈના ખારવા અને ભોઇ સમાજની છડીનું રાત્રી રોકાણ થાય છે. ભોઇ સમાજની છડી મોટી બહેન બાછળનું પ્રતીક છે. જ્યારે ખારવા સમાજની છડી નાની બહેન કાછળનું. આજે શ્રાવણ વદ દશમે છડી ઘોઘારાવ મંદિરે લાવતા જ અખંડ જ્યોત જાતે બુઝાઈ છે, અને ઝૂમરો હલવા લાગે છે. મહિલાઓ સહિત શ્રદ્ધાળુઓ જમીન ઉપર બેસી તેમની માનતા પૂર્ણ કરે છે. જેમના માથા ઉપરથી છડીને પસાર કરવામાં આવતા બાધાઓ પુરી થવા સાથે દુઃખ દૂર થાય છે. છડીને સફેદ ધોતિયા, ફૂલ, ફુલનો હાર ચઢાવી શ્રદ્ધાળુઓ માનતા પૂર્ણ કરે છે. છડીદારોને દૂધ પીવડાવવાની બાધા આખડી પૂર્ણ કરવાનું અને પુણ્ય મેળવાઈ છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.