الأحد، 28 أغسطس 2022

હિંમતનગરમાં ગ્રામજનોએ નેશનલ હાઇવે 2 કલાક સુધી ચક્કાજામ કર્યો

[og_img]

  • આખરે પોલીસે દરમિયાનગીરી કરતા ગ્રામજનોએ રસ્તો ખુલ્લો કર્યો
  • ડાયવર્ઝન રસ્તો ખૂબ ખખડધજ થઈ ગયો હોવાથી ગ્રામજનો રોષે ભરાયા
  • ગ્રામજનો ઊડતી ધૂળથી ત્રાહિમામ થઈ જઈ આખરે હાઇવે બ્લોક કરી દીધો

હિંમતનગર તાલુકાના કાંકણોલ ગામની નજીકથી પસાર થતા NH-8નું હાલમાં કામ ચાલી રહ્યું હોવાથી ઠેર ઠેર ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા બે સપ્તાહમાં થયેલા સામાન્યથી ભારે વરસાદના કારણે ડાયવર્ઝન વાળા રસ્તા તૂટી ગયા હતા અને મોટા મોટા ગાબડાંઓ પડયા છે. જેના કારણે અકસ્માતની ઘટનાઓ બનવાની સાથે સાથે ખુબ જ ધૂળ ઊડતી હતી અને ઘરોની અંદર ધૂળ ધૂળ થઈ જતી હોવાથી હાઈવેને અડીને આવેલા કાંકણોલ ગામના ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા.

10થી 15 કિમી સુધી ટ્રાફિક જામ થઈ ગયો

આ મામલે ગ્રામજનોએ લેખિતમાં નેશનલ ઓથોરિટીને ફરિયાદ કરી હતી. પરંતુ ઓથોરિટીના અધિકારીઓએ અત્યારે ડાયવર્ઝન વાળો રસ્તો રીપેર નહિ થાય. જેથી વિફરેલા ગ્રામજનોએ આજે બપોરે 2 કલાક સુધી ડાયવર્ઝન વાળો રસ્તો બ્લોક કરી દીધો હતો, જેના કારણે બંને તરફ 10થી 15 કિમી સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ મામલે પોલીસને જાણ થતાં તેઓએ આ મામલે જલ્દી નિકાલ આવશે તેવી બાંહેધરી આપતા રસ્તો ખુલ્લો મૂકવામાં આવતા ફરીથી વાહનોની અવરજવર શરૂ થઈ હતી.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.