જામનગર2 મિનિટ પહેલા
- રાજ્યભરમાં 7 લાખ કર્મચારીઓ આંદોલનમાં જોડાશે
જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્ને રાજ્ય સરકારના કર્મચારીઓ લડી લેવાના મૂળમાં છે જ્યારે સપ્ટેમ્બર માસથી પાંચ ટકામાં આંદોલન જાહેર કરવામાં આવ્યું હતું.તેમજ 3 સપ્ટેમ્બર ના રોજ રાજ્યના તમામ જિલ્લામાં જિલ્લા કક્ષાએ રેલી અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે તેમજ 11 સપ્ટેમ્બરે રાજ્યના ઝોન કક્ષાએ રેલી અને આવેદનપત્ર નો કાર્યક્રમ કરવામાં આવશે ત્યારબાદ 17 સપ્ટેમ્બર ના રાજ્યના સમગ્ર કર્મચારીઓ માં માસ સી.એલ,22 22 સપ્ટેમ્બર રાજ્યના તમામ કેડરના કર્મચારીઓ દ્વારા પેનડાઉન કરવામાં આવશે. 30 સપ્ટેમ્બર રાજ્યના તમામ કર્મચારીઓ દ્વારા ચોક્કસ મુદતની હડતાલ કરવામાં આવશે. તેઓ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા જણાવ્યું હતું

જ્યારે રાજ્યના ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આંદોલનની તૈયારી કરી દેવામાં આવી છે અને અનેક રજૂઆતો બાદ પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા આંદોલનની શરૂઆત કરાશે જ્યારે જામનગરમાં આજે જિલ્લા પંચાયતના સભા ગૃહમાં સંસ્થાના કારોબારી સભ્યોની મીટીંગ યોજાઇ હતી જેમાં શાંતિપૂર્ણ આંદોલન કરવામાં જોડાઈ પોતાની માંગ ન સંતોષાય ત્યાં સુધી લડી લેવાની તૈયારી દર્શાવી છે.
