રાજસ્થાન: પ્રસિદ્ધ ખાટુ શ્યામજી મંદિરના મેળામાં થઇ નાસભાગ, 3 મહિલાના મોત

  • રાજસ્થાનના સીકર જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ ખાટુ શ્યામ મંદિરમાં ભીડ ઉમટી
  • નાસભાગમાં 3 મહિલા શ્રદ્ધાળુઓના મોત
  • મંદિરમાં અફરાતફરી અને ભયનો માહોલ

રાજસ્થાનના સીકર જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ ખાટુ શ્યામ મંદિરમાં સવારે દરવાજા ખોલતા પહેલા જ ભાગદોડ મચી ગઈ હતી. આ નાસભાગમાં 3 મહિલા શ્રદ્ધાળુઓના નિધન થયા હતા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. સ્થળ પર હાજર પોલીસકર્મીઓ અને મંદિર સમિતિના રક્ષકોએ વ્યવસ્થા સંભાળી હતી અને તમામ ઘાયલોને હોસ્પિટલમાં રીફર કર્યા હતા. હાલ ખાટુશ્યામજી પોલીસ સ્ટેશને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

કહેવામાં આવી રહ્યું છે કે સવારે 5 વાગે મંદિરના પ્રવેશદ્વાર ખોલતાની સાથે જ ભીડના વધતા દબાણને કારણે નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન અનેક મહિલા અને પુરૂષ ભક્તો નીચે પડી ગયા હતા અને તેમને ઉઠવાની તક મળી ન હતી. ભીડને ઉતાવળે કાબૂમાં લેવામાં આવી હતી અને સુરક્ષા વ્યવસ્થામાં રોકાયેલા સ્ટાફે મોરચો સંભાળ્યો હતો અને ઘાયલોને હોસ્પિટલમાં રિફર કર્યા હતા, જ્યાં ત્રણ મહિલાઓના મોત થયા હતા. આ ઘટનામાં ઘાયલ અન્ય લોકોની સારવાર ચાલી રહી છે.

માહિતી મળતા જ પોલીસ-પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગઈ હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોમાં એક મૃતક મહિલાની ઓળખ થઈ ગઈ છે. હાલ આ મામલે આગળની કાર્યવાહી ચાલી રહી છે.

કોરોના કાળ બાદ હવે ખાટુશ્યામમાં દર મહિને યોજાતા માસિક મેળામાં ભક્તોની સંખ્યા લાખોમાં રહી છે. પરંતુ મંદિરનો વિસ્તાર ઓછો હોવાને કારણે અને દર્શનની પૂરતી સુવિધાના અભાવે અહીં દરરોજ છૂટાછવાયા અકસ્માતો થતા રહે છે.

દર વર્ષે કરોડો ભક્તો પહોંચે છે

આ મંદિર રાજસ્થાનના શેખાવતીના સીકર જિલ્લામાં આવેલું છે. દર વર્ષે વિશ્વના ખૂણે ખૂણેથી કરોડો ભક્તો અહીં પહોંચે છે અને શ્યામ બાબાના દર્શન કરે છે. ખાટુશ્યામજી મંદિર ખૂબ જ પ્રાચીન છે, તેનો શિલાન્યાસ વર્ષ 1720માં કરવામાં આવ્યો હતો. મંદિરના આ પરિસરમાં દર વર્ષે ખાટુશ્યામજી પ્રખ્યાત મેળો ભરાય છે.

Previous Post Next Post