જામનગરમાં લમ્પીગ્રસ્ત પશુઓની સારવાર માટે મનપા દ્વારા 30 લાખના ખર્ચે સારવાર કેન્દ્ર ઉભું કરાયું, મુખ્યમંત્રીએ નિરીક્ષણ કરી અધિકારીઓને સૂચના આપી | A treatment center was set up by the Municipal Authority at a cost of 30 lakhs for the treatment of lumpy cattle in Jamnagar, the Chief Minister inspected and instructed the officials.

  • ગુજરાતી સમાચાર
  • સ્થાનિક
  • ગુજરાત
  • જામનગર
  • જામનગરમાં નગરપાલિકા દ્વારા 30 લાખના ખર્ચે ગઠ્ઠા ઢોરની સારવાર માટે સારવાર કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી, મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને સૂચના આપી હતી.

જામનગર41 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પશુઓની યોગ્ય રીતે તાકીદે સારવાર તેમજ વેક્સિનેશન કરવામાં આવે તે અંગે અધિકારીઓને સૂચના આપી

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે જામનગર જિલ્લામાં લમ્પી વાયરસની સ્થિતિનું નિરીક્ષણ કરવા અર્થે શહેરની મુલાકાતે છે. મહાનગપાલિકા દ્વારા શહેરના ગોલ્ડન સીટી પાછળ, સોનલનગર ખાતે લમ્પી વાયરસ સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે, જેની મુખ્યમંત્રી એ મુલાકાત લઈ પશુઓની સારવાર માટે ઊભા કરવામાં આવેલી તમામ પ્રકારની સુવિધાઓનું નિરીક્ષણ કરી લગતા અધિકારીઓ તેમજ પશુપાલન વિભાગને જરૂરી સૂચનો કરી પશુઓની યોગ્ય રીતે કાળજી લેવા જણાવ્યું હતું.

30 લાખના ખર્ચે સેન્ટર ઉભું કરાયું
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જે લમ્પી વાયરસ સારવાર કેન્દ્રની મુલાકાત લીધી છે તે સેન્ટર જામનગર મહાનરપાલિકા દ્વારા રૂ.30 લાખના ખર્ચે 50 હજાર ચોરસફૂટની જગ્યામાં ઊભું કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં શહેરના લમ્પી વાયરસ અસરગ્રસ્ત પશુઓની સારવાર કરવામાં આવશે. તેમજ વેક્સિનેશન અને પશુ એમ્બ્યુલન્સની સૂવિધા પણ ઊભી કરવામાં આવી છે. જ્યાં સુધી અસરગ્રસ્ત પશુ તંદુરસ્ત ન થાય ત્યાં સુધી તેના રહેઠાણ અને ખોરાકની વ્યવસ્થા અંગેની પણ આ સેન્ટર પર કાળજી લેવામાં આવશે.

11 હજારથી વધુ પશુઓનું રસીકરણ
જામનગર જિલ્લામાં નોંધાયેલા 1 લાખ 38 હજાર 176 પશુધન પૈકી અત્યાર સુધી 11 હજાર 456 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. તેમજ અસરગ્રસ્ત તમામ 5405 પશુઓને પશુપાલન વિભાગ દ્વારા સારવાર આપવામાં આવી છે.

આ મહાનુભવો હાજર રહ્યા
મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન પશુપાલન, ગૌસંવર્ધન સહકાર વિભાગના સેક્રેટરી ડો. કે.એમ. ભિમજીયાણી, કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યમંત્રી બ્રીજેશભાઇ મેરજા, મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય આર.સી.ફળદુ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, કલેકટર ડો. સૌરભ પારઘી, કમિશ્નર વિજય ખરાડી,જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, પશુપાલન વિભાગના નાયબ નિયામક અને જામનગર જિલ્લાના નોડલ ઓફિસર ડો. અમિત કાનાણી, પશુપાલન વિભાગના અધિકારીઓ, જામનગર મહાનગપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના પદાધિકારી, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…