વલસાડના ઔરંગા ઓવારે ફેંકાયેલા 30 ટન અનાજથી અસહ્ય દુર્ગધ, દશામાની મૂર્તિના વિસર્જનમાં વિસામણ | Unbearable stench caused by 30 tonnes of grains thrown at Auranga Ovar in Valsad, relief from the demolition of Dashama idol

વલસાડ26 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પૂરમાં પલળી ગયેલા દાણાબજારનો અનાજનો જથ્થો ફેંકી દેવાયો હતો
  • ત્રણ દિવસ બાદ દશામા અને 24 દિવસ પછી શરૂ થતા ગણેશ ઉત્સવને લઇ ભક્તોમાં નારાજગી સાથે આક્રોશ

વલસાડના દાણા બજારમાં પૂરના કારણે બગેડેલો અનાજનો જથ્થો ઔરંગાના ઓવારે વિસર્જન સ્થળે ફેંકી દીધા બાદ દુર્ગંધ ફેલાતા દશામાં ઉત્સવ અને આગામી ગણોશોત્સવના ભક્તોમાં રોષ વ્યાપી ગયો છે. વલસાડમાં જૂલાઇ માસના બીજા સપ્તાહ દરમિયાન ભારે વરસાદ અને ભરતીના કારણે 4 વખત પૂરથી છીપવાડ દાણા બજારમાં પુરના પાણી ઘૂસી જતાં ભારે નુકસાન થયું હતું.અનાજબજારના હોલસેલ અનાજના વેપારીઓની દૂકાનોમાં પાણી પ્રવેશી જતાં અનાજનો મોટો જથ્થો પલળી ગયો હતો. જેનો પાલિકા અને વેપારીઓ દ્વારા જેસીબી અને વાહનો મારફત નદી પટ વિસ્તારોમાં ફેંકી દેવાયો હતો.

વલસાડ ઔરંગા નદીના બંદર રોડ ઓવારા તટ વિસ્તારમાં 30 ટન અનાજનો જથ્થો ફેંકી દઇ નિકાલ કરાયો હતો. આ જથ્થો સડી જતાં ભારે દુર્ગંધ શરૂ થઇ જતાં સ્થાનિક લોકો કફોડી સ્થિતિમાં મૂકાયા છે.પાલિકાની બેદરકારીથી યોગ્ય ઢબે નિકાલ ન કરાતાં સડેલું અનાજ દુર્ગંધ ફેલાવી રહ્યું છે. પાલિકા માજી પ્રમુખ રાજૂભાઇ મરચાં, વોર્ડનં.2ના સભ્યો અને ભક્તોએ નિકાલની માગ કરી છે.

નદીના તટ પર ખરાબ અનાજની ગુણીઓ
ઔરંગાનદીના લીલાપોર બ્રિજની જેટ્ટી ઉપર ઓવારાની બંન્ને દિશામાં સડેલા અનાજની ગુણીઓ પડી છે.જેમાથી પારાવર દુર્ગંધથઈ નાક ફાટી જાય તેવી સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે.તટના તરિયાવાડ, હનુમાનભાગડા પીચિંગ સહિતના વિસ્તારોમાં દુર્ગંધથી સ્થાનિકો અને રાહદારીઓ ત્રસ્ત થઇ રહ્યા છે.

3 દિવસ બાદ દશામાં વિસર્જન પાલિકા તંત્ર પર ભક્તોની મીટ
વલસાડમાં હાલે દશામાં પર્વની ઉજવણી ચાલી રહી છે.દશામાંના ભક્તો વૃતધારી મહિલા શ્રધ્ધાળુઓ માતાની પૂજા અર્ચનામાં લીન છે.3 દિવસમાં દશામાંની મૂર્તિઓનું વિસર્જન થનાર છે.વલસાડના શાપૂરનગર ગજાનંદ સ્ટ્રીટ તિથલરોડ પ્રકાશભાઇ ફ્રુટવાલા દ્વારા નિર્મિત દશામાંના એક માત્ર સૌથી ભવ્ય મંદિરે દશામાંની મૂર્તિનું ઔરંગાનદીના ઓવારે વિસર્જનની તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે પાલિકા શું કાર્યવાહી કરે છે તેના પર ભક્તોની મીટ મડાઇ છે. ઔરંગા નદીમાં દશામાં અને ગણેશ પ્રતિમાનું ભક્તો ભાવ પૂર્વક વિસર્જન કરતા હોય છે.

અનાજ ભરેલી આખી ગુણીઓ જ ફેંકી દેવાઇ
ઔરંગાનદીના ઓવારે ગંદકી,દુર્ગંધે માઝા મૂકી છે.પાલિકા તંત્ર અને વેપારી અગ્રણીઓને પૂરના બગડેલા અનાજની ગુણીઓમાંથી અનાજ છુટ્ટુ કરીને ફેંકવાના બદેલ અનાજ ભરેલી ગુણીઓ ફેંકી દેવામાં આવી હતી.જે આજે સડીને દુર્ગંધ ફેલાઇ રહી છે.પાલિકાને રજૂઆતો કરવા છતાં હજી કોઇ ઉકેલ નથી.3 દિવસમાં દશામાં મૂર્તિઓનું વિસર્જન થનાર છે અને હવે ગણેશ મહોત્સવ પણ આવી રહ્યો છે ત્યારે ઔરંગાના ઓવારાની આ દશા છે. > રાજૂ મરચાં,માજી પ્રમુખ

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post