મોરબીમાંથી ડ્રગ્સ બનાવવાનો કાચો જથ્થો જપ્ત કરાયો; રૂ. 34 લાખનું કેમિકલ રીકવર કરી સીઝ કરવામાં આવ્યું | Raw quantity of drugs seized from Morbi; Rs. 34 lakh chemical was recovered and seized

મોરબી35 મિનિટ પહેલા

ATSની ટીમે મોરબી ખાતે આવેલી ફેક્ટરીના ગોડાઉનમાં રેડ કરી સર્ચ ઓપરેશન હાથ ધરી ઈન્ટરમિડિયેટ કેમીકલ પાઉડર 2 અમિનો-5 ક્લોરો બેન્ઝોફિનોલનો 1700 કિ.ગ્રા. જથ્થો જેની કિંમત કિં. 34 લાખ થાય છે તે રીકવર કરી સીઝ કર્યુ હતું. જે સીઝ કરેલા કેમીકલની FSL દ્વારા તપાસ કરાવવામાં આવશે.

નેક્ટર કેમ નામની ફેક્ટરીમાંથી મેફેડ્રોનનો જથ્થો કબ્જે કરાયો હતો
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત ATS ની અલગ અલગ ટીમો દ્વારા તા.16 ઓગસ્ટના રોજ વડોદરાના સાવલી તાલુકાના મોકસી ગામની સીમમાં આવેલી નેક્ટર કેમ નામની ફેક્ટરીમાંથી 225 કિ.ગ્રા. જેટલો માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે તપાસ દરમ્યાન એટીએસ દ્વારા આજ દિન સુધી કુલ 6 આરોપીઓની ધરપકડ કરેલ છે, જેમાં મહેશ ઉર્ફે મહેશ ધોરાજી વૈષ્ણવ, તેના ભાગીદાર પિયુષભાઇ અશોકભાઇ પટેલ, દિલીપ ઉર્ફે દીપક લાલજીભાઇ વધાસીયા, રાકેશ ઉર્ફે રાકો નરસીભાઇ મકાણી, વિજય ઉર્ફે વીજો ઓધવજી વોયાની ધરપકડ કરી હતી.

સીઝ કરેલા કેમીકલની FSL દ્વારા તપાસ કરાવાશે
આ આરોપીઓની પૂછપરછ દરમ્યાન સામે આવ્યું કે સીન્થેટીક માદક પદાર્થ બનાવવા માટે મહેશના કહેવાથી દિલીપ વધાસીયાએ પિયુષભાઇ પટેલ તથા મહેશ બંને સંપર્ક મોરબી ખાતેની એક કેમીકલ ફેક્ટરીના માણસો સાથે કરાવ્યો હતો. ત્યાર બાદ પિયુષ પટેલ તથા મહેશ ધોરાજીએ મોરબીની ફેક્ટરીના ગોડાઉનમાં પેસ્ટીસાઈડ બનાવવાની આડમાં અલ્પાઝોલમ નામનો માદક પદાર્થ બનાવવાનું શરૂ કર્યું હતું. આ માદક પદાર્થ અલ્પાઝોલમ બનાવવા માટેની પ્રક્રિયા કુલ સાત સ્ટેજની હોય છે.

34 લાખનું કેમિકલ રીકવર કરી સીઝ કરવામાં આવ્યું
જે પૈકી પકડાયેલ આરોપીઓએ શરૂઆતના બે સ્ટેજની પ્રક્રિયા પૂર્ણ કરી હતી, જેના પરિણામ સ્વરૂપે ઈન્ટરમિડિયેટ કેમીકલ પાઉડર 2-અમિનો–ક્લોરો બેન્ઝોફિનોલ બન્યું હતું, જે મોરબી ફેક્ટરીના ગોડાઉનમાં રાખ્યું હોવાની માહિતી મળી હતી. જે માહિતી આધારે ATSની ટીમે મોરબી ખાતે આવેલી ફેક્ટરીના ગોડાઉનમાં રેડ કરી સર્ચ ઓપરેશન હાથ ધરી ઈન્ટરમિડિયેટ કેમીકલ પાઉડર 2 અમિનો-5 ક્લોરો બેન્ઝોફિનોલનો 1700 કિ.ગ્રા. જથ્થો જેની કિંમત 34 લાખ થાય છે તે રીકવર કરી સીઝ કરવામાં આવ્યું હતું. જે સીઝ કરેલા કેમીકલનું FSL દ્વારા તપાસ કરાવવામાં આવશે.

સિરામિક રો મટીરીયલ ફેક્ટરીમાં એટીએસની ટીમ ત્રાટકી
મોરબીના ગાળા ગામ નજીક આવેલ સિરામિક રો મટીરીયલ ફેક્ટરીમાં એટીએસની ટીમ ત્રાટકી હતી. આ ફેક્ટરી કેનાલના કાંઠે આવેલી છે તો ગામથી પણ દૂર આવેલી છે. આસપાસમાં અવાવરું જગ્યા હોવાથી કેમિકલ ફેક્ટરીના નામે ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની શંકા ના જાય તેથી આવી જગ્યા પસંદ કરવામાં આવી હોવાની સૂત્રોમાંથી માહિતી મળી હતી. તો આ ફેક્ટરીમાં સિરામિક રો-મટીરીયલનું કામ ચાલુ છે તો આરોપી દિલીપે આ ફેક્ટરીમાં કેમિકલ ફેક્ટરી શરુ કરવા માટે જરૂરી કાગળો કર્યા હોવાની માહિતી મળી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post