અરવલ્લી (મોડાસા)5 મિનિટ પહેલા
હવામાન વિભાગની આગાહી મુજબ આજે સમી સાંજે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. આજે સાંજના સમયમાં વરસાદી વાતારણ જોવા મળ્યો હતો. ત્યોરે તાલુકાના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો.

વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી
આજે સમી સાંજે માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. માલપુરના ઉભરાણ રણજીતનગર રતનપુરા વગેરે વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદ થતા ખાસ ઉભરાણ પંથકના ખેતરોમાં પાણી ભરાયા હતા. ખેતરો ખેતીપાકને ક્યાંકને ક્યાંક રાહત મળી એક તરફ ભાદરવાનો તડકો બીજી તરફ ધોધમાર વરસાદ થતાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી.
અન્ય સમાચારો પણ છે…