વડોદરા22 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર
- ડેન્ગ્યુના 2, ચિકનગુનિયાના 4 અને કમળાનો એક કેસ નોંધાયો
વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં નવા 140 કેસ નોંધાયા હતા. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,37,228 પર પહોંચી ગઇ છે. વધુ 86 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,35,727 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.
હોસ્પિટલોમાં 39 દર્દી દાખલ
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 744 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં 39 દર્દી દાખલ છે. જે પૈકી 4 દર્દી હાલ ઓક્સિજન પર છે. હાલમાં શહેરમાં 560 લોકો ક્વોરન્ટીન છે.
આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં એકતાનગર, અકોટા, અટલાદરા, બાપોદ, ભાયલી, છાણી, દિવાળીપુરા, ફતેપુરા, ગોકુલનગર, ગોરવા, ગોત્રી, હરણી, જતેલપુર, કપુરાઇ, મકરપુરા, માંજલપુર, નવાપુરા, નવાયાર્ડ, નવીધરતી, પાણીગેટ, રામદેવનગર, શીયાબાગ, સુભાનપુરા, સુદામાપુરી, તાંદલજા, તરસાલી, ઉંડેરા, વડસર, યમુનામીલ, મોકસી, રાણીયા, જરોદ, લીમડા, આસોજ, કોટંબી, વલણ, મેસરાડ, કરજણ, રણોલી, કોયલી, ગામડી, શિરોલા, સાથોડ, દશરથ, વાઘોડિયા, કેલનપુર, પલાસવાડા અને સમિયાલામાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.
ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં ઝોન પ્રમાણે નવા નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 17, પશ્ચિમ ઝોનમાં 34, ઉત્તર ઝોનમાં 13 અને દક્ષિણ ઝોનમાં 34 કેસ નોંધાયા છે અને ગ્રામ્યમાં 42 કેસ નોંધાયા છે.