ઉરી જેવું ષડયંત્ર: પરગલ આર્મી કેમ્પમાં બે આતંકી ઠાર, 3 જવાન શહીદ

  • આતંકવાદીઓએ આર્મી કેમ્પમાં ઘૂસવનો કર્યો પ્રયત્ન
  • રાજૌરીથી પરગલ કેમ્પ 25 કિમીના અંતરે આવેલ છે
  • આતંકવાદીઓએ ઉરી જેવો હુમલો કરવાનો પ્રયાસ કર્યો

સ્વતંત્રતા દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના પરગલમાં ઉરી હુમલા જેવું ષડયંત્ર નિષ્ફળ ગયું હતું. અહીં કેટલાક આતંકવાદીઓએ આર્મી કેમ્પમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.

રાજૌરીથી પરગલ કેમ્પ 25 કિમીના અંતરે છે. 11 રાષ્ટ્રીય રાઈફલ્સ પાસેથી મળેલી માહિતી મુજબ આતંકીઓએ આર્મી કેમ્પમાં આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા. જો કે આ હુમલામાં ત્રણ જવાનો શહીદ થયા હતા. હવે સર્ચ ઓપરેશન ચાલુ છે.

બીજી તરફ ધારાલ પોલીસ સ્ટેશનથી 6 કિમી દૂર આવેલી અન્ય પાર્ટીઓને પણ કેમ્પ તરફ મોકલી દેવામાં આવી છે. માનવામાં આવે છે કે આતંકવાદીઓએ ઉરી જેવો હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

ઉરી હુમલો 2016માં થયો હતો

હકીકતમાં 2016માં પાકિસ્તાનથી આવેલા જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના ઉરીમાં આર્મી હેડક્વાર્ટર પર હુમલો કર્યો હતો. જેમાં 19 જવાનો શહીદ થયા હતા. તે સમયે 19-30 સૈનિકો ઘાયલ થયા હતા. જેમાં ચારેય આતંકીઓ માર્યા ગયા હતા. જવાબમાં ભારતે પીઓકેમાં પ્રવેશ કર્યો હતો અને સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી અને આતંકવાદી લોન્ચ પેડ્સનો નાશ કર્યો હતો.

બુધવારે ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા

આની પહેલા બુધવારે બડગામમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કરના હતા. તેમાં લતીફ રાથર પણ હતો. લતીફ કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યામાં સામેલ હતો. સુરક્ષાદળો લાંબા સમયથી તેને શોધી રહ્યા હતા. લતીફ 10 વર્ષથી સક્રિય હતો. તે 2012માં શ્રીનગર હાઈવે હુમલામાં પણ સામેલ હતો. જેમાં 8 જવાનો શહીદ થયા હતા.

https://i2.wp.com/assets.sandesh.com/images/2022/08/11/wXURiRpybw0Cm95C9qrtLo8IrrwmbsyNivas4nnM.jpg?resize=600,315

Previous Post Next Post