ઝૂપડપટ્ટીઓમાં 40 ઠેકાણે પોર્ટા કેબિન દવાખાના, મુંબઈના આ દવાખાનામાં હવે રાતના 10 વાગ્યા સુધી ડોકટર ઉપલબ્ધ રહેશે | 40 porta cabin clinics in slums, doctors will be available till 10 pm in this hospital in Mumbai

મુંબઈએક કલાક પહેલા

  • કૉપી લિંક

મહાપાલિકાના મફત અને દરજ્જાવાળી સુવિધા પર આધાર રાખતા ગરીબ ઝૂપડાવાસીઓને હવે પોર્ટા કેબિન દવાખાનાના માધ્યમથી મેડિકલ સારવાર ઉપલબ્ધ કરી આપવામાં આવશે. મહાપાલિકાના નિયમિત સમય 9 થી 4 વાગ્યા સુધી ખુલ્લા રહેતા આરોગ્ય કેન્દ્રો બંધ થયા પછી સાંજે 4 થી રાતના 10 વાગ્યા સુધી આ દવાખાના ચાલુ રહેશે. તેથી ઝૂપડાવાસીઓને ઘરની નજીક જ મેડિકલ સારવાર મળશે. એના માટે મુંબઈના ઝૂપડપટ્ટી ભાગમાં 40 ઠેકાણા નિશ્ચિત કરવામાં આવ્યાની માહિતી અતિરિક્ત આયુક્ત ડો. સંજીવકુમારે આપી હતી.

મુંબઈ મહાપાલિકાની કેઈએમ, નાયર, સાયન અને કૂપર જેવી મોટી હોસ્પિટલ છે. ઉપરાંત કસ્તુરબા વિશેષ વાયરલ હોસ્પિટલ સહિત 16 ઉપનગરીય હોસ્પિટલ, પ્રસુતિગૃહ, દવાખાના, 212 આરોગ્ય કેન્દ્ર છે. ત્યા મહાપાલિકા દ્વારા મફત સારવાર આપવામાં આવે છે. મહાપાલિકાની તમામ હોસ્પિટલમાં કુલ 12 હજાર બેડ છે. એમાં વેન્ટિલેટર્સ, આઈસીયુ બેડનો પણ સમાવેશ છે. મહાપાલિકાની હોસ્પિટલોમાં મહારાષ્ટ્ર સહિત દેશના ખૂણેખાંચરેથી ગરીબ દર્દીઓ સારવાર માટે દાખલ થાય છે. એમાં મુખ્ય હોસ્પિટલોમાં ઘણી ગિરદી થાય છે. પરિણામે ઘણી વખત સારવાર માટે આવતા દર્દીઓને હેરાનગતિ થાય છે.

આ પાર્શ્વભૂમિ પર મહાપાલિકાના માધ્યમથી ઝૂપડપટ્ટીઓમાં પોર્ટા કેબિન દવાખાના શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાતના 10 વાગ્યા સુધી આ દવાખાના ચાલુ રહેવાના હોવાથી ઝૂપડપટ્ટીના રહેવાસીઓને ફાયદો થશે. સાંજે 4 થી રાતના 10 વાગ્યા સુધી આ આરોગ્ય કેન્દ્ર સુવિધા ચાલુ રાખવામાં આવશે. ત્યાં એક નિષ્ણાત ડોકટર, નર્સ અને કમ્પાઉન્ડર હાજર રહેશે. મુખ્ય રોગો પરની દવાઓ પણ ઉપલબ્ધ રહેશે. એના માટે જરૂરી ડોકટરોની કોન્ટ્રેક્ટ પર ભરતી કરવામાં આવશે.

ત્યાં કામ કરતા ડોકટર દિવસમાં ઓછામાં ઓછા 40 દર્દી તપાસશે એવી અપેક્ષા રહેશે. આ ડોકટરને મહાપાલિકાના નિયમ અનુસાર રૂપિયા ચુકવવામાં આવશે. 40 દર્દીઓ પછી જેટલા વધારે દર્દીઓ તપાસશે ત્યારે દરેક દર્દી દીઠ 40 રૂપિયા વધારાના ચુકવવામાં આવશે. ઝૂપડપટ્ટીઓમાં ગરીબ નાગરિકોને આરોગ્ય સેવા અસરકારક રીતે મળે એ માટે આ પ્રોત્સાહન ભથ્થુ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…