الأحد، 21 أغسطس 2022

નવસારી પાલિકાએ 40 લાખના ખર્ચે 8થી વધુ બિસ્માર રસ્તા પર પેવર બ્લોક લગાવવાની શરૂઆત કરી | Navsari Municipality started laying paver blocks on more than 8 dilapidated roads at a cost of 40 lakhs

નવસારી38 મિનિટ પહેલા

  • સ્ટેશન વિસ્તારમાં પાલિકાએ ખાડા પૂરીને પેવર બ્લોક લગાવ્યાં
  • લાબા સમયથી ખાડાને લઈને વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા હતા

ચોમાસાની શરૂઆત સાથે નવસારી શહેરમાં રોડ રસ્તાઓનો મોટા પાયે ધોવાણ થયું હતું. જેને લઇને ખાડા પડતા લોકોને વાહન ચલાવવાની મુશ્કેલી ઊભી થઈ હતી. ત્યારે પાલિકાએ શહેરના 8 થી વધુ જર્જરીત રોડ રસ્તા વાળા વિસ્તારમાં 40 લાખના ખર્ચે પેવર બ્લોક લગાવવાની શરૂઆત કરી છે.

ચોમાસુ વિરામ લેતા રસ્તા ઉપર બ્લોક લગાવવાની શરૂઆત
શહેરમાં હલકી ગુણવત્તાના રોડ રસ્તા ની બનાવટને કારણે ચોમાસાની સિઝનમાં દર વર્ષે રોડ રસ્તા જર્જરીત બને છે જેને કારણે વેરો ભરતા શહેરીજનો ખાડા વાળા માર્ગ પરથી પસાર થવા મજબૂર બને છે, ત્યારે પાલિકાએ ચોમાસુ વિરામ લેતા શહેરમાં જ્યાં વધુ ખાડા હોય તેવા મુખ્ય રસ્તા ઉપર બ્લોક લગાવવાની શરૂઆત કરી છે જેમાં સ્ટેશન રોડ વિસ્તારમાં પેવર બ્લોક લગાવવાની કામગીરી લગભગ પૂર્ણ થવા આપી છે.
વાંસદાના ધારાસભ્ય સહિત કોંગ્રેસ પાર્ટીએ જિલ્લામાં ખાડા મહોત્સવ ઉજવવાની શરૂઆત કરી છે જેને પગલે શહેરમાં પણ આવા પ્રકારનો કોઈ વિરોધ વ્યક્ત કરતો કાર્યક્રમ ન યોજાય તે પહેલા જ પાલિકાએ ખાડા પૂરવાની શરૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.