No results found

    દરિયામાં અનોખો નજારો જોવા મળ્યો, 45 બોટમાં તિરંગા લહેરાવાયા

    [og_img]

    • માંડવીમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ
    • વિવિધ સમાજનાં હોદ્દેદારો તિરંગા સાથે બોટમાં સવાર થયા
    • ‘ઝંડા ઊંચા રહે હમારા’ નાદથી દરિયા કિનારો ગૂંજી ઊઠ્યો

    માંડવી નગરપાલિકા, શહેર ભાજપ અને માછીમાર સેલ, સલાયા મુસ્લિમ વાઘેર અને ભડાલા સમાજ, ખારવા સમાજનાં સયુક્ત ઉપક્રમે આઝાદીના અમૃત મહોત્સવને અનુલક્ષીને પહેલીવાર દરિયામાં 45 જેટલી બોટમાં તિરંગા સાથે વિજય વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારાનાં નારા સાથે અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો.

    માંડવીના દરિયામાં રાષ્ટ્રધ્વજ સાથે 45 બોટોએ અનેરૂ આકર્ષણ જગાવ્યું હતું, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ સ્ટાર્ટ આપ્યો હતો. અનિરૂધ્ધ દવે, શહેર ભાજપ પ્રમુખ દેવાંગ દવે, પાલિકા પ્રમુખ હેતલબેન સોનેજી, વાઘેર સમાજનાં પ્રમુખ અબ્દુલા મામદ ધોરીયા, માજી પ્રમુખ જાકુબ અલીમામદ, મત્સ્યોદ્યોગ એસો. પ્રમુખ અલીમામદ હુસેન, ભડાલા સમાજનાં પર્મુખ હાજી આમદ જુણેજા, માછીમાર સેલનાં પ્રમુખ પરેશ જેઠવા, જીગર ધાયાણી, કમલેશ ગઢવી, ચેતન સોનેજી, મામલતદાર મધુ પ્રજાપતિ, ટીડીઓ વી.બી. ગોહિલ,મરીન પીઆઇ ચૌહાણ સહિતનાએ તિરંગા સાથે બોટમાં બેસીને 75માં અમૃત મહોત્સવની ઉજવણી કરી હતી.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال