પાટડીમાં લોકોને હવે 5 રૂપિયામાં 20 લીટર મિનરલ વોટર મળશે, અલગ અલગ 6 સ્થળો પર 'વોટર ATM' મૂકવામાં આવ્યા | In Patdi, people will now get 20 liters of mineral water for Rs 5, 'Water ATMs' have been placed at 6 different places.

સુરેન્દ્રનગર14 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પાટડીની જૂની મામલતદાર કચેરીમાં નગરપાલિકા દ્વારા સૂચિત બસસ્ટેન્ડ ઉભુ કરાયું

પાટડી નગરપાલિકા દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પાટડીમાં નવા બસ સ્ટેન્ડ અને 6 વોટર એટીએમની સુવિધા શરૂ કરાઇ છે. જેમાં પાટડીની જૂની મામલતદાર કચેરીમાં નગરપાલિકા દ્વારા સૂચિત બસસ્ટેન્ડ ઉભુ કરાયું હતુ. અને પાટડી નગરપાલિકા દ્વારા પાટડીમાં વિવિધ 6 સ્થળે રૂ. 5માં 20 લિટર મિનરલ વોટર પુરૂ પાડનારા 6 વોટર એટીએમની સુવિધા ઉભી કરાતા નગરજનોમાં ખુશીની લહેર દોડી જવા પામી છે.

અંદાજે રૂ. 30 લાખના ખર્ચે પાટડી નગરજનોને 6 વોટર એટીએમની ભેંટ અપાઇ
પાટડી નગરપાલિકા દ્વારા 76માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે અંદાજે રૂ. 30 લાખના ખર્ચે પાટડી નગરજનોને મિનરલ ઠંડુ પાણી માત્ર રૂ. એકમાં એક લિટર અને પાંચ રૂ.માં 20 લિટર પાણી મળી રહે એ માટે અલગ-અલગ છ જગ્યાએ વોટર એટીએમ લગાવી નગરજનો માટે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદિશભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લામાં પ્રથમ વોટર એટીએમની સુવિધા આપવા બદલ પાટડી નગરપાલિકાના પ્રમુખ મૌલેશભાઈ પરીખ, કારોબારી ચેરમેન ચેતનભાઇ શેઠ સહિતના તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ વર્તમાન બસ સ્ટેન્ડ જર્જરિત થતા અને નગરથી દૂર હોવાના કારણે સંપૂર્ણ સુવિધા સાથેનું બસસ્ટેન્ડ 15મી ઓગષ્ટથી જ જૂની મામલતદાર કચેરીમાં શરૂ કરવામાં આવતા પાટડી નગરજનોમાં ખુશીની લહેર દોડી જવા પામી હતી.

પાટડી ચાર રસ્તે નવું બસ સ્ટેન્ડ શરૂ કરાતા નગરજનોમાં ખુશીની લહેર
પાટડી જૈનાબાદ રોડ પર આવેલું નવુ બસસ્ટેન્ડ ગામથી ખુબ જ દૂર આવેલું હોવાથી નગરજનો અને મુસાફરો ત્યાં જવાના બદલે જૂના બસસ્ટેન્ડમાં કે ચાર રસ્તે ગાંધીજીના બાવલા પાસેથી બસમાં જતા આવતા હતા. બીજી બાજુ પાટડી ચાર રસ્તે નવું તાલુકા સેવા સદન બનતા એની સામે આવેલી જૂની મામલતદાર કચેરી બંધ હાલતમાં હતી. આથી પાટડી નગરપાલિકાના પ્રમુખ મૌલેશભાઇ પરીખ સહિતના આગેવાનો દ્વારા ગાંધીનગર સુધી રજૂઆત કરી જૂની મામલતદાર કચેરીમાં ટેમ્પરરી બસસ્ટેન્ડની મંજૂરી મેળવી નગરપાલિકા દ્વારા આ નવુ બસસ્ટેન્ડ તૈયાર કરી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદિશભાઇ મકવાણા, પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય દિલીપભાઇ પટેલ અને નગરપાલિકાના પ્રમુખ મૌલેશભાઇ પરીખ સહિતના આગેવાનો દ્વારા આ નવા બસસ્ટેન્ડનું દબદબાભેર ઉદઘાટન કરવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post