નળ કનેક્શનના કામમાં થયેલા સૌથી મોટા કૌભાંડનો સૌથી મોટો ઘટસ્ફોટ, 5 માર્ચે વાસ્મોને અપાયો ચેતવણી પત્ર | A warning letter issued to Vasmo on March 5 is the biggest revelation of the biggest scam in tap connection work.

રાજકોટ23 મિનિટ પહેલાલેખક: ઈમરાન હોથી

  • કૉપી લિંક
આ પત્ર જ સાબિત કરે છે કે, વાસ્મોમાં એ હદ સુધી ભ્રષ્ટાચાર ફેલાયો છે કે પોલીસ અને એસીબીએ તપાસ કરી અટકાવવા સૂચન કરવું પડે છે. - Divya Bhaskar

આ પત્ર જ સાબિત કરે છે કે, વાસ્મોમાં એ હદ સુધી ભ્રષ્ટાચાર ફેલાયો છે કે પોલીસ અને એસીબીએ તપાસ કરી અટકાવવા સૂચન કરવું પડે છે.

  • એસીબીએ 5 માસ પૂર્વે સરકારને આપ્યો’તો ગુપ્ત અહેવાલ
  • વાસ્મોની કચેરીઓમાં કરાર આધારિત કર્મચારીઓ પૈસા લઈ રહ્યા છે, પાણી સમિતિના સભ્યોને પણ બાકાત નથી રાખ્યા

ગ્રામ્ય વિસ્તારમાં ઘરે ઘરે નળ કનેક્શન આપી પાણી પહોંચાડવાની યોજનામાં ગુજરાત રાજ્યમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે આ કૌભાંડ બહાર આવ્યા બાદ તંત્ર બચાવમાં આવ્યું છે જોકે જેટલો ઢાંકપિછોડો થાય એટલું જ વધુ ખુલ્લું પડે છે કારણ કે ભાસ્કરે કૌભાંડનો સૌથી મોટો પુરાવો શોધ્યો છે જેમાં સરકારનો જ અહેવાલ કહે છે કે, વાસ્મોની દરેક કચેરીમાં ભ્રષ્ટાચાર થાય છે.

વાસ્મોની તમામ કચેરીઓમાં લાંચ લેવાઈ રહી છે
વાસ્મોમાં તમામ કામગીરી કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી જ કરે છે. આ કારણે બેફામ બની ખુલ્લેઆમ પૈસા લઈને કોન્ટ્રાક્ટર્સને છાવરવામાં આવે છે. જેની મુખ્યમંત્રી કાર્યાલય સુધી ફરિયાદ ગઇ હતી તેથી એસીબી મારફત એક ગુપ્ત અહેવાલ તૈયાર કરાયો હતો. જેમાં જણાવ્યું હતું કે, વાસ્મોની તમામ કચેરીઓમાં લાંચ લેવાઈ રહી છે. મુખ્યમંત્રી કાર્યાલયથી સૂચના આવતા પાણી પુરવઠા વિભાગે વાસ્મોના સીઈઓને પત્ર લખી કર્મચારીઓને નિયંત્રણમાં રાખવાનું કહી આગામી રાજ્યવ્યાપી રેડ થવાની હોઈ તેમાં વાસ્મો કચેરીની સંડોવણી ન આવે તેનું ધ્યાન રાખવા કહી દીધું હતું.

વાસ્મોને લખાયેલા પત્રમાં આ બાબતોનો ઉલ્લેખ

  • રાજ્યમાં વાસ્મોની કચેરી ધરાવતા જિલ્લામાં કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ પાણી સમિતિ તેમજ કોન્ટ્રાક્ટર પાસેથી નાણાકીય લાભ મેળવતા હોવાની ફરિયાદ સીએમ કાર્યાલયને મળી છે.
  • તાજેતરમાં ગુજરાત પોલીસ અને એન્ટિ કરપ્શન બ્યૂરોના ખાનગી અહેવાલમાં રાજ્યની તમામ કચેરીમાં આ સ્થિતિ છે.
  • ભવિષ્યમાં એસીબીના રાજ્યવ્યાપી દરોડામાં આ બાબત ધ્યાનમાં ન આવે તે માટે બધી કચેરીઓને સૂચના આપો.
  • આવી વારંવાર બનતી ઘટનાઓથી સરકારની છાપ પર વિપરીત અસર પડે છે.

કોન્ટ્રાક્ટ પરના કર્મચારી ચેકમાં સહી કરી ચૂકવણા કરે!
નાણા વિભાગના નિયમ મુજબ કરાર આધારિત કોઇ પણ કર્મચારી પાસે નાણાકીય સત્તા આવી જતી નથી. જોકે વાસ્મોના કર્મચારીઓએ તેનો પણ તોડ કરી લીધો હતો. વાસ્મોએ પાણી સમિતિઓની રચના કરી તેમાં ગ્રામ્યજનોને રાખ્યા અને વાસ્મોના એક કર્મચારીને પણ તેમાં સમાવેશ કરી દીધો જેથી હાલમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના ઘણા કરાર આધારિત વર્ગ-3 કક્ષાના કર્મચારીઓ મંજૂરી વગર ચેક પર સહી કરીને ચૂકવણા કરી રહ્યા છે.

ભાવનગરમાં વાસ્મોનો મેનેજર 35000ની લાંચ સાથે ઝડપાયો વાસ્મોની ભાવનગર કચેરીમાં 11 માસના કરાર આધારિત ફરજ નિભાવતા મેનેજર અને ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટરનો ચાર્જ સંભાળતા વિપુલ પટેલે કોન્ટ્રાક્ટર પાસેથી લાંચની માંગ કરી હતી જેની જાણ એસીબીને થતા માર્ચ માસમાં છટકું ગોઠવ્યું હતું અને મેનેજર તેમજ કચેરીનો પ્યૂન 35000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. વાસ્મોમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આ વધુ એક પુરાવો છે.

રાજકોટ કચેરી કહે પીપરડીમાં 993, ગાંધીનગર કહે 1500 ઘર છે!
વાસ્મોમાં થતા કૌભાંડનો ભાસ્કરે પર્દાફાશ કરતા જ વાસ્મોના અધિકારીઓ હચમચી ગયા હતા અને એવું બહાનું કાઢ્યું હતું કે, જે ગામનો ઉલ્લેખ કર્યો છે તે પીપરડીમાં 993 નહિ પણ 1500 કનેક્શન છે. ભાસ્કરે રાજકોટ જિલ્લાની કચેરીમાંથી જ બધા આંકડાઓ મેળવ્યા હતા જેમાં 993 કનેક્શન જ લીધા છે. બારવણ ગામમાં જલ જીવન મિશન 491 કનેક્શન કહી રહ્યું છે તો વાસ્મો કહે છે કે, કુલ ઘરની વિસંગતતા અંગે તેમની ભૂમિકા નથી. આ બંને વિધાનમાં સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે, અધિકારીઓ બચાવ માટે હવાતિયાં મારી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

https://images.bhaskarassets.com/web2images/960/2022/08/11/orig_39_1660159648.jpg

Previous Post Next Post