પાટણના ધારાસભ્ય પોતાનો 53મો જન્મદિવસ શહેરમાં ખાડાઓનું પુરાણ કરી અને નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજી કરશે | Patan MLA will mark his 53rd birthday by filling potholes in the city and holding free cancer screening camp

પાટણ30 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પાટણ વિધાનસભા વિસ્તારના 110 ગામો પૈકી દરેક ગામમાં વિવિધ પ્રકારના 100 વૃક્ષોનું રોપણ કરાશે
  • પાટણની 20 સંસ્થાઓ દ્વારા લોકસેવાનાં કાર્યો યોજી ધારાસભ્યનાં જન્મદિનની ઉજવણીમાં સહભાગી બનશે

પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલે 28 ઓગસ્ટે પોતાનો 53માં જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવાનું નક્કી કર્યું હોય જે ઉજવણીથી પત્રકારોનાં માધ્યમથી પાટણ શહેરના નગરજનોને માહિતગાર કરવાનાં ઉદ્દેશ થી ગુરૂવારના રોજ પાટણ ધારાસભ્ય ડો કિરીટ પટેલ દ્વારા શહેરના નવા સર્કિટ હાઉસ ખાતે પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો સાથે બેઠક નું આયોજન કર્યું હતું.

પાટણનાં ધારાસભ્ય ડો. કિરીટ પટેલે પોતાના 53માં જન્મદિન પ્રસંગે શહેરના સાત અલગ અલગ વિસ્તારમાં નિઃશુલ્ક સવૅ રોગ નિદાન કેમ્પ નું આયોજન કર્યું છે. જે કેમ્પની દરેક વિસ્તારના કોંગ્રેસનાં આગેવાનોને સોંપવામાં આવી છે.સવારે 9 થી 12નાં સમય દરમિયાન આયોજિત આ નિઃશુલ્ક સવૅરોગ નિદાન કેમ્પમાં પાટણના વિવિધ રોગોના જાણકાર 79થી વધુ તબીબ મિત્રો સાથે 35 કેમિસ્ટો પોતાની સેવાઓ આપશે.આ કેમ્પમાં તપાસ દરમિયાન કોઈ દર્દીની ગંભીર બીમારી ધ્યાનમાં આવશે તો આવા જરૂરિયાતમંદ દર્દીઓને કેમ્પમાં સેવા આપનાર તબીબો દ્વારા દર્દીના ઓપરેશનથી લઈને તમામ પ્રકારની જરૂરી મદદ પૂરી પાડવામાં આવશે.આ નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પમાં દર્દીના નિદાન ની સાથે સાથે જરૂરિયાત મુજબની દવાઓ તેમજ બીપી, ડાયાબિટીસ નું ચેક અપ પણ નિઃશુલ્ક કરવામાં આવશે.તો નિઃશુલ્ક સવૅ રોગ નિદાન કેમ્પ ની સાથે સાથે પાટણ વિધાનસભા વિસ્તારમાં આવતાં 110 ગામો પૈકી દરેક ગામમાં વડ, પીપળો અને ઉમરો જેવા 100-100 વૃક્ષોનું રોપણ કરી તેના જતન માટે સંકલ્પ ગ્રહણ કરવામાં આવશે.

આ સાથે ધારાસભ્ય નાં જન્મ દિન પ્રસંગે ભાજપ શાસિત પાટણ નગરપાલિકાની નિષ્ફળતા ને ધ્યાનમાં રાખીને ચોમાસા દરમિયાન ધોવાણ થયેલા અને ઉબડ ખાબડ બનેલાં શહેરના વિવિધ માર્ગો પર મીટ મિક્સ દ્વારા સમારકામની કામગીરી કરવામાં આવશે.પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ નાં 53 માં જન્મ દિવસની આ અનોખી ઉજવણી માં શહેરની વિવિધ સેવાકીય અને સામાજિક 20 જેટલી સંસ્થાઓ દ્વારા પણ લોક સેવા નાં કાયૅક્રમો આયોજિત કરી સહભાગી બનનાર હોવાનું ઉપસ્થિત પત્રકારો સાથે ની બેઠકમાં ધારાસભ્ય ડો કિરીટ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post