55થી 80 વર્ષના વૃદ્ધોએ બનાવેલી વસ્તુઓનો ડિસ્પ્લે શો યોજાયો

[og_img]

  • સર્કલ ઓફ કેર બાય લાગણી ફાઉન્ડેશનનો યુનિક અભિગમ
  • વૃદ્ધોએ કવર, કાર્ડ, બ્રેસ્લેટ, થેંક્યું કાર્ડ સહિતની વસ્તુઓ બનાવી
  • વડોદરામાં યોજાયેલ ઈવેન્ટમાં મ્યુઝિક અને ગેમ્સ પણ યોજાઈ

વડોદરામાં 55થી 80 વર્ષના વૃદ્ધોએ બનાવેલી વસ્તુઓનો ડિસ્પ્લે શો યોજાયો હતો. આત્મનિર્ભર થવા માટે ઉંમરનો કોઈ બાધ હોતો નથી, જે વાતને સાર્થક કરતા અનેક દ્રશ્યો સર્કલ ઓફ કેર બાય લાગણી ફાઉન્ડેશન દ્વારા આયોજિત ચોથા કારીગરી બાય ગોલ્ડન એજમાં જોવા મળ્યા હતા.

કારીગરી બાય ગોલ્ડન એજનું આયોજન કરનાર મીનુ હીરોડેએ જણાવ્યું હતું કે, યુ.એસ.એફ., એમ.એસ.યુનિવર્સિટી, પારૂલ યુનિવર્સિટી અને નવરચના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા કાળજી કેર, સ્વર્ગ અને વિવન સોસાયટી ફોર ફિઝિકલ ચેલેન્જના વૃદ્ધોમાં રહેલી આંતરિક યોગ્યતાને વિકસાવવામાં આવી હતી. જેના ફળ સ્વરૂપ 55થી 80 વર્ષના વૃદ્ધોએ કવર, કાર્ડ, બ્રેસ્લેટ અને થેંક્યું કાર્ડ સહિતની અનેક વસ્તુઓ બનાવી હતી.

વૃદ્ધોએ અનેક પ્રકારના ગણેશજી પણ બનાવ્યા

દરેક વસ્તુઓને 25 ઓગસ્ટને ગુરુવારના રોજ સવારના 10.30 થી સાંજના 6.30 કલાક સુધી નવરચના યુનિવર્સિટીમાં ડિસ્પ્લે માટે મૂકવામાં આવી હતી. વૃદ્ધોએ બનાવેલી અનેક વસ્તુઓ જોઈને વિદ્યાર્થીઓ પણ આશ્ચર્ય પામ્યા હતા. આ દરેક કાર્ય કરવામાં એમ.એસ.યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટીમાંથી BSWનો અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીની કનિષ્કા શર્મા અને યુ.એસ.એફ.ની વિદ્યાર્થીની ઉર્વશી રાણા સહિતના અનેક વિદ્યાર્થીઓએ મદદ કરી હતી. ઉલ્લેખનિય છે કે, આ ઇવેન્ટને રસપ્રદ બનાવવા માટે લાઈવ મ્યુઝિક અને ગેમનું પણ આયોજન કરાયું હતું. આ સાથે વૃદ્ધોએ અનેક પ્રકારના ગણેશજી પણ બનાવ્યા હતા.

أحدث أقدم