સ્વાઇન ફ્લૂના 7, તાવના વધુ 542 દર્દીઓ નોંધાયા, ચિકન ગુનિયાના પણ નવા 5 કેસ આવ્યા | 7 cases of swine flu, 542 more cases of fever reported, 5 new cases of chicken pox also reported

વડોદરા3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

  • મચ્છરના પોરા મળતાં કન્સ્ટ્રક્શન સાઇટને નોટિસ

વડોદરા શહેરમાં દિન પ્રતિ દિન રોગચાળો વધી રહ્યો છે. જેમાં જીવલેણ સ્વાઈન ફ્લૂના વધુ 7 કેસ નોંધાયા છે. શહેરમાં ધીમે ધીમે હવે મચ્છરજન્ય રોગો શહેરને ભરડામાં આવી રહ્યું છે. શહેરમાં બુધવારે ડેન્ગ્યુના લીધેલા 32 સેમ્પલમાંથી 1 કેસ પોઝિટિવ નોંધાયો છે. જ્યારે ચિકન ગુનિયાના લેવાયેલા 45 નમૂનામાંથી 5 નમૂના પોઝિટિવ આવ્યા છે. 24 કલાકમાં શંકાસ્પદ સ્વાઇન ફ્લુના 24 નમૂનમાંથી 7 કેસ પોઝિટિવ નોંધાયા છે. અત્યાર સુધીમાં 152 સ્વાઇન ફ્લુના પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં પાલિકાની ટીમો દ્વારા ઘરે-ઘરે સર્વેમાં બુધવારે શહેરમાં લેવાયેલા 32 સેમ્પલમાંથી 1માં ડેન્ગ્યુ પોઝિટિવ નોંધાયો છે.

બીજી તરફ શહેરમાં ચિકનગુનિયાનો પણ વાવર ફેલાયો છે. શહેરમાં એક દિવસમાં 26 કેસ પોઝિટિવ આવ્યા છે. તાવના 1 દિવસમાં 542 કેસ નોંધાતા લોહીના નમૂના લેવાયા હતા. એક દિવસમાં ઝાડ ઉલ્ટીના 69, ટાઇફોઇડનો 1, કમળાના 2 કેસ અને કોલેરાનો 1 કેસ સપાટી પર આવ્યો છે. પાલિકાની 264 ટીમોએ કામગીરી કરી મચ્છરના પોરા મળતાં 1 સાઈટને નોટિસ અપાઇ છે.

બાલાજી ગ્રૂપના બિલ્ડર આશિષ શાહનુંં અમદાવાદની હોસ્પિટલમાં ડેન્ગ્યૂથી મોત
સાબરમતીમાં રહેતા બાલાજી ગ્રૂપના 48 વર્ષીય ચેરમેન આશિષ શાહનું બુધવારે ડેન્ગ્યુની બીમારીને કારણે ખાનગી હોસ્પિટલમાં મોત થયું છે. તેઓને ડેન્ગ્યુની અસર થતાં તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જયાં તેમની સઘન સારવાર ચાલી હતી. પણ સારવાર દરમિયાન તેમની તબિયત ગંભીર થતાં બુધવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે…

https://images.bhaskarassets.com/web2images/960/2022/08/11/orig_dengue_1660172437.jpg

Previous Post Next Post