76માં સ્વાતંત્ર્ય પર્વે નિમિતે કેક કાપી તેમજ 75 કિલો પેડાનું વિતરણ કરી ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી | On the occasion of 76th Independence Day, cake was cut and 75 kg peda was distributed.

સાબરકાંઠા (હિંમતનગર)28 મિનિટ પહેલા

સાબરકાંઠા જીલ્લાના વિજયનગર ખાતે જીલ્લા કક્ષાની 76માં સ્વાતંત્ર્ય પર્વે જીલ્લાના પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીડોરે ધ્વજવંદન કરાવ્યું હતું. જિલ્લા પ્રભારી અને શિક્ષણ રાજ્ય મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના વરદ્દ હસ્તે ઘ્વજવંદન કરી સલામી ઝીલી હતી. 76માં સ્વાતંત્ર્ય પર્વની સૌને શુભકામના પાઠવી શહીદોને વંદન કરી પ્રભારીમંત્રીએ જણાવ્યું હતું કે સાબરકાંઠાના પાલદઢ વાવના આદિજાતિ બાંધવોએ મોતિલાલ તેજાવતના નેતૃત્વ હેઠળ બળવો કરી અંગ્રેજો સામે લડત આપી શહિદી વોહરી હતી. આ શહિદીને 100 વર્ષ પૂર્ણ થયા છે. નામી અનામી શહિદોએ આપણને આ મહામૂલી આઝાદી અપાવી છે તેવા તમામ શહિદોને વંદન કર્યા હતા.

મંત્રીના હસ્તે જિલ્લાના વિકાસ માટે રૂ.25 લાખનો ચેક જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યો હતો. તો જિલ્લાના રાષ્ટ્રીય ક્ષેત્રે રમતગમતમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ રમત વીરોનું, કોરોના વોરિયર્સ, પોલીસ, આરોગ્ય વિભાગના કર્મચારીઓનું સહિત વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર નાગરીકોનું સન્માન કર્યુ હતું.

હિંમતનગરના મહાવીરનગરમાં કેનાલ ફ્રન્ટ ખાતે યંગ ગ્રુપ દ્વારા આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા અનોખી ઉજવણી કરાઈ હતી. યુવાનોએ તિરંગા કલરના બલુન ઉડાડ્યા અને ફટાકડા ફોડવામાં આવ્યા હતા. તો આઝાદીના અમૃત મહોત્સવને લઈને કેક કાપી અને 75 વર્ષની ઉજવણીને લઈને 75 કિલો પેડાનું વરસાદ વચ્ચે રાહદારીઓ વાહનચાલકો અને શહેરીજનોને વિતરણ કર્યું હતું. તો તમામ યુવાનો દેશભક્તિના ગીતો પર ઝૂમ્યા હતા. રાષ્ટ્રગીત બાદ ઉજવણી પૂર્ણ કરાઈ હતી.

હિંમતનગરના બ્રહ્માણીનગરમાં વરસાદ વચ્ચે પ્રાથમિક શાળામાં તાલુકા સદસ્ય રવિન્દ્રસિંહ ચાવડાએ ધ્વજવંદન કરાવ્યું હતું. તાલુકા સદસ્ય સહીત વિસ્તારના અગ્રણીઓ દ્વારા યોજાયેલી તિરંગારેલીમાં ઢીચણ સમા પાણી વચ્ચે વિધાર્થીઓના દેશપ્રેમ જોવા મળ્યો હતો.

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા ઉજવણીએ ભાજપના કાર્યકર્તા ભુપેન્દ્રસિંહજી ઝાલા દ્વારા 100થી વધુ કાર અને 150થી વધુ બાઈકો સાથેની તિરંગા રેલી હિંમતનગરના ઝાલાનગરથી નીકળી અડપોદરા, નાદરી, રૂપાલ, સઢા સહીત 15 ગામોમાં ફરી રેલી ઝાલાનગર પૂર્ણ થઇ હતી.

હિંમતનગરમાં સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં મેનેજીંગ ટ્રસ્ટી ડૉ વી..એ.ગોપલાણી,ટ્રસ્ટી ડૉ મહેન્દ્રભાઈ સોની વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ, સ્ટાફ તથા બાળકો દ્વારા ધ્વજવંદન કરી સ્વાતંત્રપર્વની ઉજવણી કરવામાં આવી હતી.

હિંમતનગરમાં છાપરિયા વિસ્તારમાં આવેલ સિંચાઈ કચેરીથી સિંચાઈ ભવન સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી. ત્યારબાદ સિંચાઈ વર્તુળ કચેરી પ્રાંગણમાં અધિક્ષક ઇજનેરબી એસ.ચૌધરીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. તો પ્રાંગણમાં 75 છોડનું વૃક્ષારોપણ કરાયું હતું. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ અને રમત ગમત સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું હતું. તો સારી કામગીરી કરનાર બે સફાઈ કર્મીઓ સહીત ચાર કર્મીઓને સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post