Monday, August 15, 2022

76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી મોડાસા ખાતે કરાઈ; ઉજવણી બાદ ભુપેન્દ્ર પટેલ ધનસુરાના અમૃત સરોવર પાસે પહોંચ્યા | 76th Independence Day celebrations at Modasa; After the celebration, Bhupendra Patel reached Amrit Sarovar in Dhansura

અરવલ્લી (મોડાસા)15 મિનિટ પહેલા

જળ સંચય થકી ઉન્નતિના લક્ષ્ય સાથે કાર્યરત ગુજરાત સરકારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં 75 અમૃત સરોવરના નવનિર્માણ-નવિનીકરણનો સંકલ્પ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન મુજબ રાજયમાં કુલ 2767 સ્થળોની અમૃત સરોવ૨ તરીકે પસંદગી કરવામાં આવી છે. જે પૈકી 33 જિલ્લામાં સ્થિત 2422 કામો પ્રગતિમાં છે. જ્યારે 15 ઓગષ્ટ, 2022 સુધીમાં 663 અમૃત સરોવરના લોકાર્પણ કરવામાં આવ્યા. ત્યારે આજે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં હાજરી આપવા અરવલ્લી પધારેલા CM ભુપેન્દ્ર પટેલે મુખ્ય કાર્યક્રમ બાદ ધનસુરા ગામના તળાવ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું. આ ક્ષણે ધનસુરા અમૃત સરોવરની આસપાસ તિરંગાની રોશની કરવામાં આવી હતી.

રાજ્ય સરકારના આયોજન અનુસાર અમૃત સરોવર થકી પ્રતિ એકર અંદાજે 10,000 ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થશે તેવો લક્ષ્યાંક છે. જેનાથી ધનસુરા તાલુકાના ગામોને સિંચાઈમાં ફાયદો થશે. આમ, ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના નિર્ધારમાં અમૃત સરોવરો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સાથોસાથ જરૂર પડ્યે તેનું પાણી શુદ્ધ કરી પીવા માટે ઉપયોગમાં લઈ શકશે.

અન્ય સમાચારો પણ છે…