જૂનાગઢના ભારતી આશ્રમમાં 76માં સ્વતંત્ર પર્વની ઉજવણી, મોટી સંખ્યામાં સાધુ સમાજ જોડાયો | A large number of Sadhu Samaj joined the 76th Independence Day celebrations at Bharti Ashram in Junagadh

જુનાગઢ30 મિનિટ પહેલા

  • ઇન્દ્રભારતી બાપુ વર્ષોથી ભારતી આશ્રમ ખાતે રાષ્ટ્ર પર્વો ઉજવે છે

જૂનાગઢ ભવનાથ ખાતે આવેલા રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમમાં વર્ષોથી રાષ્ટ્ર પ્રેમની ભાવના જોવા મળે છે. અહીંના મહંત ઇન્દ્રભારતી બાપુ રાષ્ટ્રપ્રેમ અને દેશ ભાવના પ્રત્યેના પોતાના વિચારો વર્ષોથી લોકોમાં વહેંચી રહ્યા છે. ભારત દેશ એ માત્ર દેશ નથી પરંતુ બીજા દેશો જેમની પાસેથી કંઈક શીખે છે એવો ગુરુ દેશ છે. સાધુ સમાજમાં પોતાની એક અલગ ઓળખ અને દેશ પ્રત્યેના પ્રેમથી ઇન્દ્રભારતી બાપુ ઓળખાણ અડીખમ છે. બીજી તરફ જો જઈએ તો ઇન્દ્રભારતી બાપુ વર્ષોથી તાના આશ્રમ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે રાષ્ટ્ર પર્વો ઉજવે છે. દેશના સૈનિકો પ્રત્યેની બાપુની ભાવના અને રાષ્ટ્ર ભક્તિ પ્રત્યેનો પોતાનું જૂનુન એ લોકોમાં પ્રેરણા રૂપ સાબિત થયું છે. આજે 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી રુદ્ર જાગીર ભારતી આશ્રમ ખાતે કરવામાં આવી હતી અને ત્યાં બહુડી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ધ્વજવંદન કર્યું હતું. ઢોલ નગારા, બેન્ડવાજા અને ડી.જેના તાલે દેશ ભક્તિના સંગીત અને ગીતોથી ભવનાથ રાષ્ટ્રભકિતમાં રંગાયું હતું.

અનેક સંતોએ ઉજવણી કરી
ભવનાથ ક્ષેત્રના સાધુ સમાજ અગ્રણી ઇન્દ્રભારતી બાપુ, મુજકુંદ ગુફાના મહંત મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી બાપુ, ભારતી આશ્રમ થી મહાદેવ ભારતી બાપુ, ગીરનાર મંડળના બહોળી સંખ્યામાં સાધુ સમાજ, જૂનાગઢ ધારાસભ્ય, ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ, હોદેદારો પોલીસ તંત્ર તેમજ ભક્તજનોએ મોટી સંખ્યામાં રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે ભવ્યથી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post