સુરેન્દ્રનગરના 8 મામલતદારની અન્ય જિલ્લામાં બદલી કરાઈ | 8 Mamlatdars of Surendranagar were transferred to other districts

સુરેન્દ્રનગર26 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 5 મામલતદારને પ્રમોશન સાથે બદલી કરાઇ

સુરેન્દ્રનગર જિલ્લાના 8 મામલતદારોની રેવન્યુ વિભાગ દ્વારા બદલી કરાઇ છે. જેમાં 5 મામલતદારોની પ્રમોશન સાથે બદલી અન્ય જિલ્લામાં કરાઇ છે. આથી તેમની ખાલી જગ્યાએ અન્ય બદલી પામેલા મામલતદારો ચાર્જ સંભાળશે. ગુજરાત રાજ્ય રેવન્યુ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી અમીત ઉપાધ્યાયે મામલતદારોની બદલીના ઓર્ડર કર્યા છે.

જેમાં સુરેન્દ્રનગરના 8 મામલતદારની અન્ય જિલ્લામાં બદલી કરાઇ છે. જેમાં ચુડા મામલતદાર જીતેન્દ્રકુમાર દેસાઇની અમદાવાદ સીટી આસરવા, મૂળી મામલતદાર કે.એસ. પટેલની ભાવનગર પાલિતાણા, ચોટીલા મામલતદાર કે.બી. સાંઘાણીની રાજકોટ જામકંદોરાણા બદલી કરાઇ છે. જ્યારે ડેપ્યુટી મામલતદાર ક્લાસ 3માંથી મામલતદાર ક્લાસ 2ની પાંચ લોકોને પ્રમોશન સાથે બદલી થઇ છે.

જેમાં સુરેન્દ્રનગરના બી.બી. પટેલની બનાસકાંઠા દાંતા, સુરેન્દ્રનગર એન.એસ. મલેકની કચ્છ કલેક્ટરમાં પીઆર ઓફિસર, સુરેન્દ્રનગરના આર.એન.દાયમાની અમદાવાદ નર્મદાના ચીટનીશ ટુ કલેક્ટર તથા સુરેન્દ્રનગરનાર પી.આર. ત્રિવેદીની વડોદરા કલેક્ટરમાં ઇલેક્શન મામલતદાર ટેમ્પરરી તરીકે, સુરેન્દ્રનગર વી.ડી. રથવીની ગીર સોમનાથના ગીરગઢડા મામલતદાર તરીકે બદલી કરાઇ છે.

જ્યારે તેમના સ્થાને ચોટીલા મામલતદાર રાજકોટ ધોરાજીથી કે.ટી. જોલાપરા, ચુડા મામલતદાર રાજકોટના જે.વી.કાકડીયા, જ્યારે ડેપ્યુટી મામલતદાર ક્લાસ 3માંથી મામલતદાર ક્લાસ 2ની પ્રમોશન મેળવનાર સુરેન્દ્રનગર કલેક્ટર એડિશનલ ચિટનીશ તરીકે રાજકોટના જી.ડી.નંદાણીયા, સુરેન્દ્રનગર ડિઝાસ્ટર મામલતદાર તરીકે રાજકોટના વી.પી. રાદડીયા, મૂળી મામલતદાર તરીકે કચ્છના બી.બી. લખતરીયા, સુરેન્દ્રનગર સીટી મામલતદાર તરીકે કચ્છના એચ.એસ. હંબલ, લીંબડી મામલતદાર તરીકે આણંદના કે.ડી.સોલંકી ચાર્જ સંભાળશે.

અન્ય સમાચારો પણ છે…

https://images.bhaskarassets.com/web2images/521/2020/11/dvb_1604320831.png

أحدث أقدم