જુનાગઢ30 મિનિટ પહેલા
- કૉપી લિંક

અવાર નવાર વિવાદોના વંટોળમાં સંકળાયેલી રહેતી વંથલી નગરપાલિકામાં પ્રમુખની ચૂંટણી વખતે પક્ષના આદેશની વિરૂદ્ધ કોંગ્રેસના સભ્યોએ મતદાન કર્યું હતું.આ મામલે આઠ સભ્યોને ગેરલાયક ઠરાવવા અને કાયદેસર પગલાં લેવા ફરિયાદ થઈ હતી.જેમાં નામોદિષ્ઠ અધિકારીએ સભ્યોને સસ્પેન્ડ કર્યા હોવાથી ગેરલાયક ઠેરવવાની અરજી નામંજૂર કરવા હુકમ કર્યો હતો.

વંથલી નગરપાલિકાની ચૂંટણી થઈ ત્યારે કુલ 24 બેઠક માંથી 20 બેઠક કોંગ્રેસને અને 4 બેઠક ભાજપને મળી હતી.અને કોંગ્રેસના પ્રમુખ હતા.પરંતુ તેમનું અવસાન થતાં બાકીની મુદત માટે 13-01-2022ના ચૂંટણી યોજાઈ હતી.જેમાં કોંગ્રેસે પોતાના પક્ષના સભ્યોને લીલાંવતીબેન વામજાના નામનો મેન્ડેટ આપ્યો હતો.છતાં કોંગ્રેસના સભ્ય લીનાબેન ત્રાબડીયાએ ઉમેદવારી કરી હતી.પક્ષના મેન્ડેટ વિરૂદ્ધ ઉમેદવારી કરનાર લીનાબેન ત્રાંબડીયા,કિર્તીભાઇ, જ્યોત્સનાબેન શોભાસણા, નિકુંજ હદવાણી, ઇમરાન સોખડા, સિરાજ અઝીઝ, પ્રશાંત વાજા, રિપેશ બારીયા અને રાધુબેન માકડીયાને ગેરલાયક ઠેરવવા કોંગ્રેસના સભ્ય સિરાજ વાજા દ્વારા અરજી કરવામાં આવી હતી.જેમાં ગાંધીનગર નામોદિષ્ઠ અધિકારીએ વહિપની ઓથોરિટીનો ઉલેખ ન હોય અને પક્ષ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાથી સભ્યોએ સ્વેચ્છિક સભ્ય પદ છોડેલું હોવાનું પ્રતિપાદિત થતું ન હોવાથી આ સભ્યોને ગેરલાયક ઠેરવવા અને તેના વિરુદ્ધ કાયદેસર પગલાં લેવાની અરજી ના મંજૂર કરવા હુકમ કરાયો છે.