الثلاثاء، 2 أغسطس 2022

જબલપુરની હોસ્પિટલમાં ભીષણ આગ, 8નાં મોત

 મધ્યપ્રદેશના જબલપુરના દમોહ નાકા શિવનગર ખાતે આવેલી ન્યૂ લાઈફ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સોમવારે આગ લાગી હતી. આ ભયાનક અકસ્માતમાં આઠથી 10 લોકોના મોતની આશંકા છે. ઘણા લોકો દાઝી ગયા છે. અડધા ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. ગુજરાત સહીત દેશભરમાં આગની ઘટનાઓ બનાવી સામાન્ય ઘટના બની ગઈ છે. સમગ્ર દેશમાં ફાયર સેફટીને લઈને થોડું વધારે ધ્યાન આપવાની જરૂર છે.  ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા છે. ઘટનાસ્થળેથી મળતા વિઝ્યુઝલમાં બિલ્ડિંગમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા દેખાતા હતા.

જબલપુરના દમોહ નાકા વિસ્તાર પાસે આવેલી ન્યૂ લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બપોરે આગ લાગી હતી. આગમાં પાંચ દર્દીઓ અને ત્રણ હોસ્પિટલ સ્ટાફના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે, એક ડઝનથી વધુ લોકો ઘાયલ પણ થયા છે. જબલપુરના મુખ્ય પોલીસ અધિક્ષક અખિલેશ ગૌરે જણાવ્યું હતું કે, “તે એક વિશાળ આગ હતી અને અમારી ટીમોએ હોસ્પિટલમાં ફસાયેલા તમામ લોકોને બચાવ્યા.” તેમણે એમ પણ કહ્યું કે આગ બુઝાવી દેવામાં આવી છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પોલીસે જણાવ્યું હતું. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આગમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. (In Pic: પ્રતિકાત્મક ફોટો)

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.