સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર અને ખેડા જિલ્લામાં જમીનો અને મિલ્કતો વસાવી હોવાના પૂરાવા દર્શાવતી મોડાસાની કોર્ટમાં ફરિયાદ કરી તપાસની માંગ કરાઈ છે.

JJ Mevada સામે ગુનો નોંધી તપાસની માંગ કરાઈ
આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના અમદાવાદ શહેર પ્રમુખ વિરુદ્ધ મોડાસાની કોર્ટમાં અપ્રમાણસર મિલકતને લઈ તપાસ કરવા માટે ફરીયાદ કરાઈ છે. DySP તરીકે ગુજરાત પોલીસમાં ફરજ બજાવવા દરમિયાન અપ્રમાણસર મિલ્કત વસાવી હોવાની તપાસ કરવા માંગ કરવામાં આવી છે. અમદાવાદ શહેરની અસારવા બેઠક માટે વિધાનસભાની આવનારી સામાન્ય ચૂંટણી (Gujarat Election 2022) ના ઉમેદવાર જંયતિલાલ મેવાડા (JJ Mevada) ને AAP દ્વારા જાહેર કરવામાં આવેલા છે. આ સાથે જ તેઓ આમ આદમી પક્ષના અમદાવાદ શહેરના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવે છે. મોડાસા સ્થિત જિલ્લા સેશન્સ કોર્ટમાં ગાંધીનગર જિલ્લાના વિરલ ગોસ્વામીએ ફરીયાદ કરી તપાસની માંગ કરી છે.
ગાંધીનગરના કલોલના હ્યુમન રાઈટ એક્ટીવીટીસ્ટ વિરલગીરી ગોસ્વામીએ અરવલ્લી જિલ્લા અદાલતમાં ફરીયાદ કરી છે. તેઓએ કેટલીક જમીન અને મિલ્કતના સર્વે નંબર, ખાતા નંબર અને પ્રોપર્ટી નંબર સહિતની વિગતો અને તેની હાલની કિંમતો દર્શાવીને કોર્ટ સમક્ષ ફરીયાદ કરી છે. આપ નેતા જંયતીલાલ મેવાડા એટલે કે જેજે મેવાડાએ દોઢસો થી વધુ ખેતરની 450 વિઘા કરતા પણ વધુ જમીનોની ખરીદી કરી છે. જેની હાલની બજાર કિંમત 300 કરોડ રુપિયા જેટલી થાય છે. આ તમામ મિલકતો જેજે મેવાડાએ પોતાની પોલીસ વિભાગની અધિકારી તરીકેની ફરજ દરમિયાન ખરીદી હોવાની રજુઆત કરી છે.