No results found

    મહીસાગર નદીના પુલ પર કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો | Accident occurred on Mahisagar river bridge when car driver lost control of steering, parts of car scattered on road

    મહિસાગર (લુણાવાડા)36 મિનિટ પહેલા

    ખાનપુર તાલુકાના ડેગમડાં ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીના પુલ પર કાર પલટી ખાતા અકસ્માત સર્જાયો છે. વિરપુર તાલુકાના વઘાસ ગામના રહેવાસી ચાર યુવકો વઘાસથી લીબડીયા ચોકડી થઈ લુણાવાડા જઈ રહ્યા હતા. જે દરમિયાન ડેગમડાં ગામ પાસે મહી નદીના પુલ પર કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ધડાકા ભેર ડિવાઈડર સાથે અથડાઈ જેનાથી પુલ પરથી પલટી ખાઈ ગઈ હતી.

    કારમાં વઘાસ ગામના ચાર લોકો સવાર હતા. જેમાંથી જીમિત પરમાર નામના યુવકને ઇજા પોહચી છે જ્યારે અન્ય કુલદીપ, ચિંતન અને અન્ય એકને ખાસ કંઈ ઇજા થઇ નથી. ઇજાગ્રસ્ત યુવાનોને 108 એબ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડાયો હતો. સમગ્ર બનાવ બનતા ખાનપુર મામલતદાર સહિત બકોર પોલીસ ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال