الأحد، 21 أغسطس 2022

નર્મદાના ચાર તાલુકાઓમાં આદર્શ નિવાસી શાળાઓ અને કુમાર-કન્યા છાત્રાલયો નિર્માણ પામશે | Adarsh residential schools and Kumar-Kanya hostels will be constructed in four taluks of Narmada.

નર્મદા (રાજપીપળા)21 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar

ફાઈલ તસવીર

ગુજરાતની બોર્ડર અને સૌથી નાનો આદિવાસી બહુલ વસ્તી ધરાવતા જિલ્લા નર્મદામાં શિક્ષણનું સ્તર આજે પણ નીચું છે. કેન્દ્ર સરકાર દ્વારા નર્મદા જિલ્લાને એસપીરેશનલ ડિસ્ટિક પણ ગણવામાં આવી રહ્યો છે ત્યારે જિલ્લાના આ આદિવાસી બાળકો મફત શિક્ષણ સુવિધા સજ્જ બિલ્ડીંગમાં મળે, રહેવા ખાવા પીવાની સુવિધા હોય એ માટે નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં આદર્શ નિવાસી શાળાઓ અને કન્યા કુમાર છાત્રાલયો બનાવવામાં માટે રૂપિયા 5007 લાખ રૂપિયાની મતબાર રકમની ફાળવણી કરી છે. આગામી વર્ષમાં આ બિલ્ડીંગો નિર્માણ પામશે અને જેમાં બાળકો ભણશે અને રહેશે.

ગુજરાત સરકાર આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓને શિક્ષણ મળે એ માટે રાજ્ય સરકાર દ્વારા ગરુડેશ્વર તાલુકામાં આદર્શ નિવાસી શાળા (મિશ્ર) શાળા મકાન, હોસ્ટેલ બિલ્ડીંગ અને ડાયનીંગ હોલના નવા બાંધકામ કરાવવા રૂ. 2997.18 લાખના અંદાજીત ખર્ચમાં તૈયાર કરવામાં આવશે. આદર્શ નિવાસી શાળા (કુમાર), સાગબારામાં શાળા મકાન અને હોસ્ટેલ બિલ્ડીંગના નવા બાંધકામ રૂ. 2145.92 લાખ સાથે સરકારી કન્યા છાત્રાલય (ડ્રાય), સાગબારા માટે 889.62 લાખ, રાજપીપલા કન્યા છાત્રાલય -2 ના બાંધકામ માટે રૂ.1154.87 કરોડ, સરકારી કન્યા છાત્રાલય ડેડીયાપાડા ડાઇનિંગ હોલ સાથે રૂ.100.29 લાખ, આમ જિલ્લાને રૂ.5007.લાખ એટલે રૂ.500 કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

આ બાબતે તત્કાલીન તકેદારી અને આશ્રમ શાળા અધિકારી.એ.એમ.ગરાસિયા એ જિલ્લા કલેક્ટર ડી.એ.શાહને સરકારી જમીનની ફાળવણી માટે રજુઆત કરતા ગણતરીના દિવસમાં આદિવાસી બાળકોનું હિત જોઈને કલેક્ટર ડી.એ શાહે જમીન ફાળવી આપી હતી. જેને કારણે આજે સરકારે વહીવટી મંજૂરી પણ આપી દીધી છે અને જેની પ્રક્રિયા કરવામાં આવી છે. એટલે હવે આ તમામ મકાનો તૈયાર થઈ જતા જિલ્લામાં સુવિધાઓ ઉભી થશે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.