જામનગર મનપાના સીટી એન્જિનિયરને ડેપ્યુટી કમિશ્નરનો વધારાના ચાર્જ સોંપવામાં આવ્યો | Additional charge of Deputy Commissioner was given to the City Engineer of Jamnagar Municipality

જામનગર25 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ડેપ્યુટી કમિશ્નર તરીકે ફરજ બજાવતા એ.કે વાસ્તાણીની અમરેલીમાં બદલી કરવામાં આવી છે

જામનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ડેપ્યુટી કમિશનરની તાજેતરમાં અન્ય બદલી કરવામાં આવતા તેમનો ચાર્જ સીટી એન્જિનિયરને સોંપવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા એ.કે વાસ્તાણીની અમરેલીમાં બદલી કરવામાં આવી છે ત્યારે તેમનો ચાર્જ સીટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ભાવેશ જાનીને સોંપવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશનર તરીકે તેમજ સીટી એન્જિનર બંનેનો ચાર્જ અધિકારી ભાવેશ જાની સંભાળશે તેમ મહાનગરપાલિકાના કમિશ્નર વિજય ખરાડીએ જણાવ્યું હતું.
સીટી એન્જિનિયર તમામ શાખામાં કામગીરી કરી ચૂક્યા છે
જામનગર મહાનગરપાલિકાના સીટી એન્જિનિયર ભાવેશ જાનીએ મહાનગરપાલિકાની તમામ શાખામાં કામગીરી કરી ચૂક્યા છે અને મહાનગરપાલિકાને સચોટે પણે જાણે છે ત્યારે હાલ મહાનગરપાલિકામાં સીટી એન્જિનિયર તરીકે કાર્યરત છે જેમાં સિવિલ શાખા, ભૂગર્ભ શાખા પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગ સહિતની શહેરમાં અનેક મોટા વિકાસના કાર્યો ચાલી રહ્યા છે તેની દેખરેખ પણ રાખી રહ્યા છે જ્યારે હાલ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરની અન્ય જગ્યાએ બદલી થતાં સીટી એન્જિનિયર ભાવેશ જાનીને મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post