પાલનપુરમાં અગાઉ થયેલા હુમલાના સમાધાનની ના પાડતાં ફરીથી ત્રણ શખ્સો એક યુવક પર ચપ્પાં લઇને તૂટી પડ્યા | After refusing to settle the earlier attack in Palanpur, three men attacked a young man with sticks

બનાસકાંઠા (પાલનપુર)41 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • અગાઉના ઝઘડાનો કેસ કોર્ટમાં ચાલે છે, જેના સમાધાનની યુવકે ના પાડી હતી

પાલનપુરમાં એક યુવક ઉપર ચપ્પા વડે હુમલો કરતાં ચકચાર મચી જવા પામી છે. અગાઉ થયેલા કેસમાં સમાધાન કરવાની ના કહેતા ત્રણ શખ્સોએ ભેગા મળી હુમલો કરતા નયન પંચાલ નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ત્રણ વર્ષ જૂનો ઝઘડો
પાલનપુરમાં જૂના કેસ સમાધાન કરવા એક યુવક ઉપર ત્રણ શખ્સોએ ચપ્પુના ઘા ઝીંક્યા છે. જેમાં 3 વર્ષ પહેલાં ફરદીન ઈલિયાસ ખાન નાગોરી ઢાળ ઉપર પાલનપુર તથા તેની સાથેના ઈસમો નયન પંચાલ સાથે ઝઘડો કરી માર મારતાં નયન પંચાલે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેનો કેસ હાલ કોર્ટમાં ચાલુ છે. જે કેસમાં સમાધાન કરવા માટે છેલ્લા એક વર્ષથી ફરદીન નાગોરીના પરિવારના માણસો પ્રયત્ન કરે છે, પરંતુ નયન પંચાલને સમાધાન કરવાનું ન હોવાથી જેથી સમાધાન કરવાની ના પાડતો હતો.

સમાધાનની ના પાડી હતી
અગાઉ રાત્રિના સમયે નયન પંચાલના માતા મીનાબેન તેમજ ભાઈ યશ પંચાલ ઘરે હતા તે સમયે ફરદીનના પિતા ઈલિયાસભાઈ અને તેની માતા બન્ને નયન પંચલના ઘરે જઈ અને જૂના કેશને લઈ સમાધાનની વાત કરી હતી, પરંતુ નયન પંચાલની માતાએ સમાધાન કરવાની ના પડી હતી. જેથી ફરદીનના માતા પિતાએ ધમકી આપતા સમાધાન નહીં કરો તો પરિણામ સારું નહીં આવે અને ત્યાંથી જતા રહ્યા હતા. જે બાદ 14 ઓગસ્ટ 2022ના રાત્રીના આશરે નવ વાગ્યે નયન પંચાલ પાલનપુર મીરા ગેટ ઉપરથી ચાલીને લંગડી વાસ પાસે આવતા ગલીમાં ફરદીન નાગોરી તેના બે મિત્રો સાથે નયન પંચાલને બોલાવી ફરદીન નાગોરીએ જૂના કે સમાધાન કરવાની વાત કરેલી એટલે નયન પંચાલે સમાધાન કરવાનું ના કહેતા ફરદીન નાગોરી ઉશ્કેરાઈ નયન પંચાલને મા-બેન સામે ગાળો બોલી હતી.

પોલીસે તપાસ હાથ ધરી
આ ઉપરાંત ફરદીન નાગોરીના બે મિત્રોએ નયન પંચાલને પકડી લઈ ફરદીન નાગોરીએ નયનને ચપ્પુના ત્રણ ઘા કરતા નયનને ચપ્પુ વાગતાં જ બૂમાબૂમ કરતા ફરદીન અને તે મિત્રો નાસી છૂટ્યા હતા. જેથી સ્થાનિક લોકો ભેગા મળી નયન પંચાલને લોહીલુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم